News Continuous Bureau | Mumbai
અફઘાનિસ્તાનની(Afghanistan) સત્તા પર કબજાે કર્યા બાદ મહિલાઓ માટે તાલિબાન(Taliban) નવા-નવા ફરમાન જારી કરી રહ્યું છે. વર્ષ ૨૦૨૧માં ઓગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા આવ્યા બાદ મહિલાઓએ અનેક પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે. સત્તામાં આવ્યા બાદ તાલિબાને મહિલાઓનો અભ્યાસ(women education) બંધ કરાવી દીધો હતો. જ્યારે વિરોધ થયો તો માત્ર છઠ્ઠા સુધી છોકરીઓને શાળાએ જવાની મંજૂરી આપવામાં આવી. તાલિબાને મહિલાઓના પહેરવેશથી(Women's Clothing) લઈને અનેક બાબતો પર પ્રતિબંધો(Restrictions) લાગુ કર્યા છે. હવે તાલિબાને મહિલા ન્યૂઝ એન્કરો(News anchors) માટે વધુ એક ફરમાન જાહેર કર્યું છે.
સમાચાર પણ વાંચો : પંજાબ નેશનલ બેન્કનું 13000 કરોડનું ફુલેકું ફેરવી જનાર મેહુલ ચોક્સીને મોટી રાહત, આ દેશમાં નોંધાયેલા તમામ કેસ પાછા ખેંચાયા.. જાણો વિગતે
તાલિબાનના નવા આદેશ પ્રમાણે તમામ ટીવી ચેનલો પર કામ કરનારી મહિલા એન્કરોએ શો કરતા સમયે પોતાનો ચહેરો ઢાંકવો પડશે. અફઘાનિસ્તાનની સ્થાનિક સમાચાર(Local news) અનુસાર જાણવા મળી રહ્યું છે કે તાલિબાનના સૂચના અને સાંસ્કૃતિક મંત્રાલયે(Ministry of Information and Culture) ફરમાન જાહેર કરતા તેને અંતિમ ર્નિણય ગણાવ્યો અને કહ્યું કે અફઘાનિસ્તાનમાં તમામ મીડિયા આઉટલેટ્સ(Media outlets) માટે આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજની શરૂઆત થતાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર અને પ્રતિબંધો સતત વધારવામાં આવી રહ્યાં છે.