ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
તાલિબનની વિચારસરણી કટ્ટરવાદી અને રૂઢિચુસ્ત રહી છે.અફઘાનિસ્તાનમાં કાર્યરત તાલિબાન સરકારના માહિતી અને સંસ્કૃતિ મંત્રાલયે મીડિયાને જણાવ્યું હતું કે તેણે બેક્ટ્રિયન ખજાનાને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે. બેક્ટ્રિયન ખજાનો અફઘાનિસ્તાનની મહત્ત્વની સંપત્તિ છે. જેને ભૂતપૂર્વ સરકાર દ્વારા ફેબ્રુઆરી 2021માં રાષ્ટ્રપતિ ભવનમાં લાવવામાં આવી હતી અને લોકો માટે પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી.
સંજય રાઉત ઉવાચ : મોદી જેવો નેતા થયો નથી અને થશે નહીં; જાણો વિગત
એક ન્યૂઝ ચૅનલના કહેવા પ્રમાણે ભૂતપૂર્વ સરકારના પતન બાદ એની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તાલિબાન કૅબિનેટના સાંસ્કૃતિક આયોગના નાયબ વડા અહમદુલ્લાહ વાસીકે મીડિયા રિપૉર્ટમાં જણાવ્યું હતું કે તેમના મૂલ્યાંકન દર્શાવે છે કે રાષ્ટ્રીય સંગ્રહાલય, રાષ્ટ્રીય સંગ્રહ, રાષ્ટ્રીય ગૅલરી અને અન્ય ઐતિહાસિક તથા પ્રાચીન સ્મારકો તેમનાં સ્થાનો પર સુરક્ષિત છે.
જોકે વાસિકના જણાવ્યા મુજબ તેમણે બેક્ટ્રિયન ખજાનો શોધવા અને તપાસવાની જવાબદારી સંબંધિત વિભાગોને સોંપી છે.
રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મુદ્દો તપાસ હેઠળ છે અને વાસ્તવિકતા શું છે એ જાણવા માટે અમે માહિતી એકત્રિત કરીશું. જો તેને અફઘાનિસ્તાનની બહાર સ્થળાંતરિત કરવામાં આવી હશે, તો અફઘાનિસ્તાન વિરુદ્ધ દેશદ્રોહ હશે. જો આ અને અન્ય પ્રાચીન વસ્તુઓ દેશની બહાર લઈ જવામાં આવી હશે તો અફઘાનિસ્તાન સરકાર ગંભીર પગલાં લેશે.
એચ-1બી વિઝાનો ટ્રમ્પકાળનો કાયદો કોર્ટે ફગાવી દીધો, ભારતીય વિદ્યાર્થીઓને થશે આ ફાયદો;જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે બેક્ટ્રિયન ખજાનો વિશ્વના સૌથી મોટા સોનાના સંગ્રહ તરીકે ઓળખાય છે. ચાર દાયકા પહેલાં ઉત્તર જવજજાન પ્રાંતના કેન્દ્ર શેરબર્ગન જિલ્લાના તેલા તપા વિસ્તારમાં મળી આવ્યો હતો. આ સંગ્રહમાં દાગીના અને સોનાનો સમાવેશ થાય છે, જે પ્રાચીન શાહી કબ્રસ્તાન સ્થળેથી મળી આવ્યાં હતાં.
રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે સાત લોકોના અવશેષોને હજારો સોનાના ટુકડાથી શણગારવામાં આવ્યા હતા.
વિદેશમાં પ્રદર્શિત કરવામાં આવેલા સંગ્રહમાં 21,145 સોનાના ટુકડાઓ છે.
નિષ્ણાતો કહે છે કે આ ખજાનો કુષાણ સામ્રાજ્યનો છે
અરે વાહ : બાયજુ 112 જિલ્લાઓમાં બાળકોને મફત ટેબ્લેટ આપશે; જાણો વિગત