કંદહાર વિમાન હાઇજેક કાંડમાં સામેલ આતંકવાદીની હત્યા, ખોટી ઓળખ હેઠળ ‘આ’ દેશમાં જીવન ગુજારી રહ્યો હતો ભારતનો દુશ્મન

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai              Terrorist involved in Kandahar plane hijacking scandal got killed

1999ના કંદહાર વિમાન અપહરણ કાંડમાં સામેલ પાંચ ગુનેગારોમાંના એક ઝહૂર મિસ્ત્રીને તેના કર્મની સજા મળી છે. 

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ ઝહૂર મિસ્ત્રી ઉર્ફ જાહિદ અખુંદની 1 માર્ચે પાકિસ્તાનના કરાચીમાં હત્યા કરવામાં આવી હતી.

ઝહૂર મિસ્ત્રી ઘણા વર્ષોથી નકલી ઓળખ સાથે કરાચીમાં રહેતો હતો. 

તે  કરાચીની અખ્તર કોલોનીમાં સ્થિત ક્રેસન્ટ ફર્નિચરનો માલિક હતો. 

ઉલેખનીય છે કે ભારતીય એરલાઇન્સનું પ્લેન IC-814 નેપાળની રાજધાની કાઠમંડુથી 24 ડિસેમ્બર 1999ના રોજ અપહરણકારો દ્વારા કબજે કરવામાં આવ્યું હતું. 

આ વિમાનને અમૃતસર, લાહોર અને દુબઈના પ્રવાસ પર લઈ જવામાં આવ્યું હતું. આ પછી તેને છેલ્લી સ્ટોપ તરીકે અફઘાનિસ્તાનના કંદહારમાં ઉતારવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : રશિયાના પ્રેમમાં આંધળા બન્યા PM ઈમરાન ખાન, યુક્રેન યુદ્ધને લઈને યુરોપિયન યુનિયન પર ભડક્યા, પૂછ્યો આ સવાલ

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment