News Continuous Bureau | Mumbai
વિશ્વજગતના સૌથી મોટા ટેક્નોલોજી સોદા(technology deal) ટ્વિટર-મસ્ક(twitter-musk) ડીલ ખોરંભે ચઢી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ એલન મસ્કે(Elon Musk) સોશિયલ મીડિયા(Social media) કંપની ટ્વિટરને(Twitter) ખરીદવાનું હાલ પૂરતું હોલ્ડ(On hold) પર રાખી દીધું છે.
તેમણે ટ્વિટર ડીલને(Twitter deal) હોલ્ડ પર રાખવાનું કારણ સ્પેમ(Spam) અથવા ફેક (નકલી) એકાઉન્ટ(Fake accounts) જણાવ્યું છે.
એલોન મસ્કે કહ્યું ટ્વિટરના કુલ 22.9 કરોડ યુઝર્સમાં(Users) કેટલાક નકામા ખોટા, સ્પેમ એકાઉન્ટ અંગે ચોક્કસ માહિતી મળે નહિ ત્યાં સુધી આ સોદો મુલતવી રાખવામાં આવ્યો છે.
જો કે, ડીલ કાયમ માટે હોલ્ડ પર મૂકવામાં આવી નથી, પરંતુ મસ્કે તેને અસ્થાયી ધોરણે હોલ્ડ પર મૂકી છે.
ગયા મહિનાની શરૂઆતમાં, મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદવા માટે ડીલ કરી હતી.
આ સમાચાર પણ વાંચો: રશિયાની ધમકીને આ પાડોશી દેશે અવગણી, નાટોમાં જોડાવા માટે કરી જાહેરાત… જાણો વિગતે..