ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑક્ટોબર, 2021
ગુરુવાર
તાજેતરમાં ટિક ટૉક પર જુલી નામની 45 વર્ષની મહિલાની પ્રેમકહાણી ચર્ચામાં છે. જોકે ભારતમાં ટિક ટૉક પર પ્રતિબંધ મુકાયો છે. અન્ય દેશોમાં નાગરિકો ટિક ટૉક વાપરી રહ્યા છે. જેના પર જુલી નામની મહિલા વાયરલ થઈ છે, કારણ કે તેણે તેના બૉયફ્રેન્ડને ઘરકામ માટે રાખ્યો છે અને દર મહિને તેને 11 લાખ રૂપિયા પગાર પણ આપે છે.
યુનાઇટેડ કિંગડમ (UK)ની આ મહિલા દર મહિને તેના 30 વર્ષના બૉયફ્રેન્ડ પર ૧૫ લાખ રૂપિયા ખર્ચે છે. એમાંથી ૧૧ લાખ બૉયફ્રેન્ડને પગાર આપે છે અને બદલામાં તેનો બૉયફ્રેન્ડ ઘરનું બધું જ કામ કરી આપે છે. સાફસફાઈ, જમવાનું બનાવવું, ઝાડું-પોતું, વાસણ આ બધાં જ કામ તે કરે છે. જુલીએ UK મીડિયાને જણાવ્યું હતું કે ઘરનાં કામો માટે તે બૉયફ્રેન્ડને મોટો પગાર આપે છે. એથી બૉયફ્રેન્ડ ૨૪ કલાક તેની સાથે રહી શકે અને ઘરનું કામ પણ થઈ જાય.જોકે આટલો પગાર આપવા છતાં પણ ઘણી વખત તેનો બૉયફ્રેન્ડ ઘરનાં અમુક કામ ભૂલી જાય છે.
જુલી અને તેના બૉયફ્રેન્ડ વચ્ચે ઉંમરનો દસ વર્ષનો તફાવત હોવાને કારણે અનેક લોકો તેને ટ્રૉલ કરી રહ્યા છે. તેના ઉપર જુલીએ કહ્યું હતું કે લોકો મને કહે છે કે તું ઘરડી થઈ જઈશ ત્યારે તારો બૉયફ્રેન્ડ તને છોડીને જતો રહેશે અને બીજી યુવાન સ્ત્રીના પ્રેમમાં પડી જશે, પરંતુ હું આ વાત પર બહુ ધ્યાન આપતી નથી.