આંતરરાષ્ટ્રીય

પેગાસસ જાસૂસી મામલે UNએ વ્યક્ત કરી ચિંતા, સંયુક્ત રાષ્ટ્રસંઘે સરકારને આપી આ સલાહ 

Jul, 20 2021


પેગાસસ ફોન હેકિંગનો મામલો હવે સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોચ્યો છે. આ મામલે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પ્રમુખે ચિંતા વ્યક્ત કરી છે.  

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સલાહ આપવામાં આવી છે કે સરકાર દ્વારા જાસૂસી પર રોક લગાવામાં આવે. તેમજ માનવાધિકારનું ઉલ્લંઘન ન થવું જોઈએ.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કહેવામાં આવ્યું કે વૈશ્વિક મીડિયા સંઘ દ્વારા ખબર પડી છે. ઈઝરાયલ સ્થિત એનએસઓ ગ્રુપના સોફ્ટવેરનો ઉપયોગ વિશ્વના પત્રકારો, માનવાધિકાર કાર્યકર્તાઓ અને રાજનનેતાઓની જાસૂસી માટે કરવામાં આવી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે પેગાસસ ફોન હેકિંગને લઈને ભારતમાં ઘણો વિવાદ વકર્યો છે. સંસદમાં ચોમાસૂ સત્ર શરૂ થાય તે પહેલા તેની રિપોર્ટ આવી જેના કારણે વિપક્ષે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

કોંગ્રેસ દ્વારા આ મામલે સંયુક્ત સંસદીય સમિતિની માગ કરવામાં આવી છે. પરંતુ સરકારનું કહેવું છે કે આ બધું તેમની બદનામી માટે શડયંત્ર ઘડવામાં આવી રહ્યું છે.

માત્ર બે-ચાર દિવસ નહીં આટલા બધા દિવસ મુંબઈ પર વરસાદ રહેવાનો છે.. ઓરેન્જ એલર્ટ જાહેર. જાણો વિગત.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )