279
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 01, માર્ચ 2022,
મંગળવાર,
યુક્રેનની રાજધાની કિવમાં સ્થિતિ વણસી રહી છે. ત્યારે અહીં ફસાયેલા ભારતીયો માટે એક મહત્વની એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે.
એડવાઈઝરી માં કહેવાયું છે કે તમામ ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ આજે જ કિવ છોડી દે.
સાથે એમ પણ કહેવાયું છે કે કિવ છોડવા માટે જે પણ સાધન મળે તે પકડીને તરત ત્યાંથી નીકળી જાય.
યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરવા માટે રશિયાનો 40 માઈલ (64-કિલોમીટર) લાંબો કાફલો કિવ તરફ આગળ વધી રહ્યો છે.
રશિયન હુમલા બાદ યુક્રેન મોકલવામાં આવેલો આ સૌથી લાંબો સૈન્ય કાફલો છે.
આ પહેલા મોકલવામાં આવેલા રશિયન કાફલાનું કદ 3 માઇલ સુધી હતું.
You Might Be Interested In