ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 01, માર્ચ 2022,
મંગળવાર,
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. આ બે દેશોના યુદ્ધમાં સામાન્ય નાગરિકોના જીવન પર મોટો ખતરો ઊભો થયો છે. ગઈકાલે બંને દેશો વચ્ચે થયેલી મંત્રણા પછી પણ શાંતિની સ્થાપના થઈ શકી નથી. એવામાં આજે રશિયા વધુ આક્રમક બન્યું હોય તેવું જણાઈ રહ્યું છે. રશિયા પર લાગેલા વૈશ્વિક પ્રતિબંધો બાદ ભુરાયા થયેલા વ્લાદિમીર પુતિને યુક્રેન પર આક્રમણની તીવ્રતા વધી છે. દરમિયાન યુક્રેનની સમાચાર સંસ્થા કીવ ઈન્ડિપેન્ડન્ટ દ્વારા યુક્રેનના શહેર ખારકીવમાં મિસાઇલ એટેકનો એક વાયરલ વીડિયો શેર કર્યો છે. જેમાં આ બિલ્ડિંગમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો ખારકીવના ઈન્ડિપેન્ડન્સ સ્ક્વેરનો હોવાનું અનુમાન છે.
Russian missile hit Kharkiv (Ukraine) main town square… I do not know what to say anymore. This is a genocide of the Ukrainian people…#Ukraine #Russia pic.twitter.com/h9qbvLyewI
— Slav Marchenko (@slavmarchenko) March 1, 2022
સાથે જ આ વાયરલ વીડિયોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ખારકીવના ઈન્ડિપેન્ડસ સ્ક્વેર પર રશિયાએ કરેલા બ્લાસ્ટમાં ખૂબ મોટું નુકસાન થયું છે. હવાઈ હુમલામાં મિસાઈ ખાબકતા બિલ્ડીંગની આસપાસ સિગ્નનલ પર ઉભેલા વાહનોના હાલ બેહાલ થઈ ગયા છે. તેમજ હુમલાને કારણે મોટા પ્રમાણમાં નુકસાન તથા જાનહાનિ થઈ છે.જોકે હજી સુધી મૃત્યુનો કોઈ ચોક્કસ આંકડો બહાર આવ્યો નથી.
યુક્રેન પર રશિયાના હુમલાનો ફટકો ફૂટબોલરોએ સહન કરવો પડશે, આ દેશોની ટીમનો રશિયા સામે રમવાનો ઈન્કાર..
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સતત વધી રહ્યું છે. રશિયા દ્વારા સતત યુક્રેન પર હુમલા કરવામાં આવી રહ્યાં છે. મંગળવારે, રશિયન સૈન્ય હુમલામાં 70 થી વધુ યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા હતા. રશિયન સૈનિકોએ અર્ટલરી વડે ઓખ્તિરકામાં સ્થિત લશ્કરી મથકને નિશાન બનાવ્યું છે. ઓખ્તિરકા શહેર ખાર્કિવ અને કિવ વચ્ચે આવેલું છે.