ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 જાન્યુઆરી 2022
ગુરૂવાર
ઓમિક્રોનની જેમ ભવિષ્યમાં નવા વેરિઅન્ટ ઉભરીને સામે આવવાની સંભાવના છે જે કોરોનાની રસી અથવા શરીરની ઇમ્યુનિટીને ચકમો આપવામાં સક્ષમ હોઇ શકે છે. અગાઉના અન્ય વેરિઅન્ટની સરખામણીમાં ઓમિક્રોનની આડઅસર ઓછી સામે આવી રહી છે. શું ઓમિક્રોન સક્રિય વાયરસ રસીકરણ બનવા જઇ રહ્યું છે કે નહીં, તેની દરેક લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે કારણ કે નવા વેરિઅન્ટની સાથે વધુ પરિવર્તનશીલતા છે. તેમણે કહ્યું કે દુનિયા અત્યારે પણ મહામારીના પાંચમા તબક્કામાં સૌથી પહેલાં નંબર પર છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડા ટેડ્રોસ એડોનમે ચેતવણી આપી છે કે કોરોના વાયરસ મહામારી હજુ ખત્મ થવાની નથી. તેમણે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ હળવા હોવાના દાવા સામે પણ વિશ્વને ચેતવણી આપી હતી. ટેડ્રોસે કહ્યું કે વિશ્વભરમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ અવિશ્વસનીય ઝડપે વધી રહ્યા છે, જેના કારણે નવો વેરિઅન્ટ આવી શકે છે. તેમણે કહ્યું કે સારી વાત એ છે કે કેટલાક દેશોમાં સંભવતઃ કોરોનાના કેસો ટોચ પર પહોંચી ગયા છે તેના પરથી આશા છે કે વર્તમાન સમયનો સૌથી ખરાબ તબક્કો પૂરો થઈ ગયો છે.
ટેડ્રોસે કહ્યું, ‘હું ખાસ કરીને એવા દેશો વિશે ચિંતિત છું જ્યાં ઓછી રસી છે. આનું કારણ એ છે કે જ્યાં રસીકરણ ઓછું છે ત્યાં લોકો ગંભીર રીતે બીમાર થવાનું અને મૃત્યુ પામવાનું જાેખમ અનેક ગણું વધારે છે. તેમણે કહ્યું કે ઓમિક્રોન ઓછો ગંભીર હોઈ શકે છે પરંતુ તેને હળવો ગણવો ભ્રામક છે. આનાથી મહામારીને જવાબ આપવાની પ્રક્રિયાને આંચકો લાગે છે અને ઘણા લોકોના મોત થઇ શકે છે. કોઈ ભૂલ ના કરો, ઓમિક્રોનના લીધે હોસ્પિટલમાં દાખલ થવાના દરમાં વધારો થઇ રહ્યો છે.’ તેમણે કહ્યું કે આગામી સપ્તાહો વિશ્વના ઘણા દેશોમાં આરોગ્ય કર્મચારીઓ માટે ખૂબ જ જટિલ થવા જઇ રહ્યો છે. ટેડ્રોસે કહ્યું, ‘હું દરેકને સંક્રમણના જાેખમને ઘટાડવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરવા માટે આહ્વાન કરું છું. તેનાથી હેલ્થ સિસ્ટમ પર દબાણ ઘટશે. તેમણે ફરી કહ્યું કે રસી એ કોરોના સામે લડવાનું શ્રેષ્ઠ શસ્ત્ર છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ અમેરિકાના મહામારી સંક્રામક રોગના નિષ્ણાત એન્થોની ફૌસીએ પણ કહ્યું હતું કે ઓમિક્રોન કોવિડ મહામારીનો અંત લાવશે તે કહેવું ખૂબ જ વહેલું છે કારણ કે રસીઓના ડોઝને ચકમો આપવાની ક્ષમતા ધરાવતા કેટલાંય બીજા વેરિઅન્ટ પણ સામે આવી શકે છે. ફૌસીએ દાવોસ એજન્ડા પર એક વર્ચ્યુઅલ ઇવેન્ટમાં જણાવ્યું હતું કે ‘કુદરતી રસીકરણ’ અથવા અગાઉના સંક્રમણના માધ્યમથી પ્રાપ્ત પ્રતિરક્ષા, કેટલાક માને છે તેટલા અસરકારક ના હોઈ શકે.