News Continuous Bureau | Mumbai
આઈસ્ક્રીમ એક એવો ખોરાક છે જે ઉનાળામાં સૌથી વધુ ખાવામાં આવે છે. આઈસ્ક્રીમ ખાવાનું કોને ન ગમે? લોકો તેમની મનપસંદ આઈસ્ક્રીમ ખાવા માટે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર હોય છે. તમને શું લાગે છે આઈસ્ક્રીમ કેટલી મોંઘી હોઈ શકે? 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા? હા પરંતુ આજે અમે તમને જે આઈસ્ક્રીમની કિંમત જણાવવા જઈ રહ્યા છીએ તે કિંમત સાંભળીને તમને ચક્કર આવી જશે. આજે અમે તમને દુનિયાના સૌથી મોંઘી આઈસ્ક્રીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ આઈસ્ક્રીમના એક કપની કિંમતમાં તમારો લગભગ પાંચ વર્ષનો ઘરખર્ચ નીકળી જશે.
આ છે આઈસ્ક્રીમ ની કિંમત.
આ આઈસ્ક્રીમ નું નામ બાયકુયા છે. આ મોંઘી આઈસ્ક્રીમ જાપાનમાં બને છે. જાપાનમાં આ આઈસ્ક્રીમના એક કપની કિંમત 8 લાખ 80 હજાર યેન છે. ભારતીય ચલણ અનુસાર આ કિંમત 5 લાખ 28 હજાર 409 રૂપિયા છે. એટલે કે જો તમે આખા પરિવાર માટે આઈસ્ક્રીમ ખરીદવા ઈચ્છો છો તો તમારે પ્રતિ કિલો માટે 12 લાખ રૂપિયા કિંમત ચૂકવવી પડશે.
શું છે આઈસ્ક્રીમ ની ખાસિયત
આ આઈસ્ક્રીમ જાપાનીઝ બ્રાન્ડ સેલેટો દ્વારા બનાવવામાં આવે છે. આ આઈસ્ક્રીમ બનાવવામાં પરમિજીઆનો ચીઝ, વ્હાઇટ ટ્રફલ ઓઈલ જેવી ઘણી વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તે સ્ટાઇલિશ બ્લેક બોક્સમાં પેક કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે હાથથી બનાવેલી મેટલની ચમચી પણ તેની સાથે આપવામાં આવે છે. આ ચમચી ક્યોટોના કેટલાક કારીગરો દ્વારા મંદિર બનાવવાની તકનીકનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો: દીપડાનો શિકાર કરવા ઝાડ પર ચડ્યો બ્લેક પેન્થર, પછી શું થયું? જુઓ આ વિડિયોમાં..
માત્ર જાપાનમાં જ ઉપલબ્ધ છે
કંપનીના જણાવ્યા અનુસાર આ દુનિયાનો સૌથી મોંઘી આઈસ્ક્રીમ છે. આ આઈસ્ક્રીમ તૈયાર કરવા માટે જાપાનના ઓસાકાની એક રેસ્ટોરન્ટના હેડ શેફ તાદાયોશી યામાદાની મદદ લેવામાં આવી હતી. હાલમાં, આ આઈસ્ક્રીમ માત્ર જાપાનમાં જ ઉપલબ્ધ છે.