Site icon News Continuous Bureau | Mumbai

પાકિસ્તાન: પાકિસ્તાનમાં હવે ‘ચા’ સંકટ! એક પ્યાલી માટે પણ વલખાં મારી રહ્યા છે લોકો, વિનંતી કરવા છતાં પણ રાહત નથી

એક અગ્રણી બ્રાન્ડે 170 ગ્રામ દાણાદાર અને એલચીના પેકની કિંમત રૂ.320થી વધારીને રૂ.350 કરી દીધી છે, જે પહેલા રૂ.290 હતી.

Ahead of Ramzan, tea crisis looms in Pakistan as prices surge

પાકિસ્તાન: પાકિસ્તાનમાં હવે 'ચા' સંકટ! એક પ્યાલી માટે પણ વલખાં મારી રહ્યા છે લોકો, વિનંતી કરવા છતાં પણ રાહત નથી

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનમાં ચાલી રહેલા ભયંકર આર્થિક સંકટની અસર હવે ચાના કપ પર પણ જોવા મળી રહી છે. પાકિસ્તાન પાસે ડોલર નથી અને 250 વિદેશી કન્ટેનર દેશના બંદરો પર અટવાયેલા છે. જ્યાં સુધી પાકિસ્તાન તેમને પૈસા નહીં આપે ત્યાં સુધી તેને ચા મળવાની નથી. આ જ કારણ છે કે ચાના ભાવ આસમાને પહોંચવા લાગ્યા છે. પાકિસ્તાનમાં બ્લેક લૂઝ ચાની કિંમત રૂ.1600 પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે, જે 15 દિવસ પહેલા સુધી રૂ.1100 પ્રતિ કિલો હતી.

Join Our WhatsApp Channel

પાકિસ્તાની મીડિયાના જણાવ્યા અનુસાર, ચા વહન કરતા ઘણા કન્ટેનર હજુ પણ બંદર પર ફસાયેલા છે. આ કન્ટેનર ડિસેમ્બર, 2022 અને જાન્યુઆરીની શરૂઆતમાં આવ્યા હતા. એક દુકાનદારે જણાવ્યું કે, એક અગ્રણી બ્રાન્ડે 170 ગ્રામ દાણાદાર અને એલચીના પેકની કિંમત રૂ.320થી વધારીને રૂ.350 કરી દીધી છે, જે પહેલા રૂ.290 હતી. તે જ સમયે, 900 અને 420 ગ્રામ પેકની કિંમત હવે રૂ.1480 અને રૂ.720 થઈ ગઈ છે. જે પહેલા રૂ.1350 અને રૂ.550 હતી. ડોનના અહેવાલ મુજબ તેમાં વધુ વધારો થવા જઈ રહ્યો છે.

ચાની કિંમત રૂ.2500 પ્રતિ કિલો પહોંચશે

પાકિસ્તાન ઈન્ડસ્ટ્રી ઓર્ગેનાઈઝેશનના અધિકારી ઝીશાન મકસૂદે કહ્યું કે, આયાત હાલમાં સંકટમાંથી પસાર થઈ રહી છે, જેના કારણે માર્ચમાં ભારે કટોકટી સર્જાઈ શકે છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન આ આયાતને મંજૂરી આપવામાં સમય લઈ રહી છે. તેમણે કહ્યું કે, 180 દિવસથી બંધ રહેવાને કારણે આ કન્ટેનરમાં લાવવામાં આવેલી ચાના ભાવને લઈને સંકટ ઊભું થયું છે. 6 મહિના પછી ડૉલરની કિંમત શું થશે તેની કોઈને ખબર નથી. તેમણે કહ્યું કે, બેંકો ક્રેડિટ લાઇન ખોલી રહી નથી.

આ સમાચાર પણ વાંચો :   UPA Vs NDA: આ રીતે અદાણી જૂથે બે સરકારો દરમિયાન કરી પ્રગતિ, સંપૂર્ણ સ્ટોરી… આંકડાઓની જુબાની

એટલું જ નહીં, નવા કરારો અંગે પાકિસ્તાનની સેન્ટ્રલ બેંક તરફથી કોઈ સૂચના નથી. જીશાને કહ્યું કે, એવી સંભાવના છે કે જો કન્ટેનર છોડવામાં નહીં આવે તો પાકિસ્તાનમાં ચાની કિંમત રૂ.2500 પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. તેમણે સૂચવ્યું કે, પાકિસ્તાને કેન્યા સાથે વેપાર સોદો કરવો જોઈએ. પાકિસ્તાન કેન્યામાંથી 90 ટકા ચાની આયાત કરે છે. પાકિસ્તાન દર વર્ષે કેન્યામાંથી $500 મિલિયનની ચાની આયાત કરે છે. અગાઉ શહેબાઝ શરીફે સાઉદી અરેબિયા અને IMF પાસે લોનની વિનંતી કરી હતી, પરંતુ તેમની માગને અવગણવામાં આવી હતી.

Saurav Das Passport Controversy – સૌરવ દાસના પાસપોર્ટમાં શું હતી ગડબડ? કેમ ન જઈ શક્યા લંડન, વિદેશ મંત્રાલયે આ જવાબ
 Modi Cabinet Approves Five Projects – હવે વિદેશ પર નિર્ભરતા ખતમ! ભારતમાં જ બનશે ટનલ બોરિંગ મશીન અને ક્રેન, મોદી કેબિનેટની ₹૧૯,૯૩૪ કરોડના પ્રોજેક્ટને મંજૂરી
Ganga Water Treaty India Bangladesh – ૩૦ વર્ષ જૂની ગંગા જળ સંધિ પૂરી થવાને આરે: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નવી સમજૂતી પર સૌની નજર
US Plane Crash Near Horn Island – ફ્લોરિડા જઈ રહેલું નાનું વિમાન મેક્સિકોની ખાડીમાં ખાબક્યું: ૨ માસૂમ બાળકો સહિત તમામ ૬ મુસાફરોના મોતની પુષ્ટિ
Exit mobile version