News Continuous Bureau | Mumbai
Canada News: વિશ્વના બીજા સૌથી મોટા દેશ કેનેડાના જંગલો આગની જ્વાળાઓમાં સળગી રહ્યા છે. જંગલોમાં અત્યાર સુધીની સૌથી ભીષણ આગ લાગી છે. આગ 33 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ ગઈ છે, આ વિસ્તાર યુરોપિયન દેશ બેલ્જિયમ જેટલો મોટો છે. આગના કારણે કરોડો પશુ-પક્ષીઓ મૃત્યુ પામ્યા છે અને મોટી સંખ્યામાં માણસોએ પણ ઘર છોડવું પડ્યું છે.
55 million+ people across the US under air quality alerts.
9 million acres charred by wildfires in Canada this year — 15x normal.
400+ fires still burning across Canada.This is what the climate crisis looks like. No time to wait. #ActOnClimate #climate #energy #gorenewable pic.twitter.com/WzwGJJI5Oi
— Mike Hudema (@MikeHudema) June 8, 2023
કેનેડિયન વાઇલ્ડલેન્ડ ફાયર ઇન્ફર્મેશન સિસ્ટમ મુજબ, કેનેડામાં 413 સ્થળોએ આગ લાગી છે, જેમાંથી 249 જગ્યાએ સ્થિતિ કાબૂ બહાર છે. ઓગસ્ટ સુધી સ્થિતિ વધુ વણસી જવાની શક્યતા છે. જંગલમાં લાગેલી આગનો ધુમાડો અને ધૂળ હવે કેનેડા સિવાય અમેરિકાના ઘણા રાજ્યોમાં ફેલાઈ ગઈ છે. અમેરિકાના ન્યૂયોર્ક, મિનેસોટા, ક્વીન્સ અને મેસેચ્યુસેટ્સમાં એર એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો: ATM કાર્ડ ઘરે ભૂલી ગયા, તો પણ નો ટેન્શન, UPI એપની મદદથી ATMમાંથી ઉપાડી શકશો પૈસા, આ સરકારી બેંકે શરૂ કરી સેવા
પીએમ ટ્રુડોએ કહ્યું- અમે સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ
આગ ઓલવવા માટે અમેરિકા, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સહિતના અનેક દેશોના એક હજારથી વધુ ફાયર ફાઈટર કેનેડા પહોંચી ગયા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું નિવેદન આગ પર આવી ગયું છે. ટ્રુડોએ કહ્યું કે પરિસ્થિતિ લોકો માટે ડરામણી છે. તેમણે સ્વીકાર્યું કે 1.20 લાખ લોકોએ તેમના ઘર છોડવા પડ્યા. ટ્રુડોએ કહ્યું- અમે સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કેનેડાના ફોર્ટ નેલ્સન, બ્રિટિશ કોલંબિયાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં ડોની ક્રીક કોમ્પ્લેક્સના જંગલમાં લાગેલી આગ દેખાઈ રહી છે.