Site icon News Continuous Bureau | Mumbai

પંજશીરમાં હજુ જંગ જારી, તાલિબાનના ઠેકાણાંઓ પર સૈન્ય વિમાનો દ્વારા હવાઇ એટેક; જાણો કોણે કર્યો આ હુમલો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 07 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Channel

મંગળવાર

પંજશીરમાં તાલિબાન ભલે કબ્જો કર્યાનો દાવો કરી રહ્યાં હોય પરંતુ હજુ પણ જંગ ખતમ થઇ નથી. 

પંજશીર ઘાટીમાં હવે કેટલાંક અજ્ઞાત સૈન્ય વિમાનો દ્વારા હુમલો કર્યાના સમાચાર સામે આવ્યાં છે. 

આ હુમલો ત્યાંના તાલિબાનના ઠેકાણાંઓને ટાર્ગેટ બનાવીને કરવામાં આવ્યો છે.

આ હવાઈ ​​હુમલામાં કેટલાક આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે.

અહેમદ મસૂદ, જે પંજશીરના શેર તરીકે ઓળખાય છે, તે થોડા દિવસો માટે તાજિકિસ્તાનમાં છે. તેથી, એવું માનવામાં આવે છે કે તાલિબાનના પાયા પર આ હવાઈ હુમલો તાજિકિસ્તાન અથવા રશિયાના વિમાનો દ્વારા કરવામાં આવ્યો છે.

અગાઉ તાલિબાનના લડાકુ પંજશીરમાં ઘુસી ગયા હતાં. ત્યાં તાલિબાનોએ પોતાનો ઝંડો પણ લહેરાવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે પંજશીર અફઘાનિસ્તાનનો અંતિમ વિસ્તાર છે કે જ્યાં તાલિબાનોએ હજુ સુધી સંપૂર્ણ રીતે કબ્જો નથી જમાવ્યો. 

જો કે, તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુઝાહિદએ સોમવારના રોજ એવો દાવો કર્યો હતો કે, પંજશીર હવે તાલિબાન લડાકુઓના નિયંત્રણમાં છે

Ganga Water Treaty India Bangladesh – ૩૦ વર્ષ જૂની ગંગા જળ સંધિ પૂરી થવાને આરે: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નવી સમજૂતી પર સૌની નજર
US Plane Crash Near Horn Island – ફ્લોરિડા જઈ રહેલું નાનું વિમાન મેક્સિકોની ખાડીમાં ખાબક્યું: ૨ માસૂમ બાળકો સહિત તમામ ૬ મુસાફરોના મોતની પુષ્ટિ
Houthi Attack on Riyadh – ખાડી દેશોમાં ફરી વકર્યો તણાવ: રિયાધમાં હુથી હુમલામાં 2 ભારતીયો સહિત 11 લોકો ઘાયલ, ભારતીય દૂતાવાસ એલર્ટ મોડ પર
BLA Attack Pakistan Army – પાકિસ્તાન માટે બલુચિસ્તાન બન્યું માથાનો દુખાવો, 20 સૈનિકોને ઠાર મારવાનો દાવો!વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ
Exit mobile version