Site icon News Continuous Bureau | Mumbai

Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?

થાઈલેન્ડમાં બપોરે ૨ થી ૫ વાગ્યા દરમિયાન દારૂનું વેચાણ કે ખરીદી કરવા પર પ્રતિબંધ; નિયમનું ઉલ્લંઘન કરનારને ₹૨૬,૦૦૦નો દંડ થઈ શકે છે.

Thailand અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ,

Thailand અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ,

News Continuous Bureau | Mumbai

Thailand દુનિયાના દરેક દેશમાં સામાજિક શાંતિ અને સુવ્યવસ્થા જાળવવા માટે પોતાના નિયમો અને કાયદાઓ હોય છે. આવો જ એક અનોખો નિયમ થાઈલેન્ડમાં લાગુ કરવામાં આવ્યો છે. હાલમાં થાઈલેન્ડમાં દારૂબંધીના કડક નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર, બપોરે ૨ થી ૫ વાગ્યા સુધી દારૂ પીવા, વેચવા અથવા ખરીદવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

નિયમ તોડવા પર કેટલો દંડ?

જો કોઈ વ્યક્તિ આ ગુનો કરે છે, તો તેને ૧૦,૦૦૦ બાથ (અંદાજે ₹૨૬,૦૦૦ જેટલો) દંડ ભરવો પડી શકે છે. આ નિયમ ૧૯૭૨માં લાગુ કરાયેલા નિયમને વધુ મજબૂત કરતો દેખાય છે. આ નવો નિયમ ૮ નવેમ્બરથી સમગ્ર દેશમાં લાગુ થઈ ગયો છે. ‘આલ્કોહોલિક બેવરેજ કંટ્રોલ એક્ટ’ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, પરવાનો ધરાવતા મનોરંજન સ્થળો, હોટેલ્સ, એરપોર્ટ અને પર્યટનના ભાગ ગણાતા વિસ્તારોને અમુક અંશે છૂટછાટ આપવામાં આવી છે.

બેંગકોકના લોકપ્રિય વિસ્તારમાં અસર

થાઈલેન્ડના બેંગકોકનો ખાઓ સૅન રોડ, જે બેકપેકર હબ તરીકે ઓળખાય છે, ત્યાંની બાર અને રેસ્ટોરન્ટ્સ સવારે ૧૧ થી બપોરે ૨ વાગ્યા સુધી દારૂ વેચે છે. જોકે, ઘણીવાર ગ્રાહકો આ સમય પછી પણ દારૂની માંગ કરતા હોય છે, પરંતુ હવે પ્રતિબંધિત સમયગાળા દરમિયાન દારૂનું વેચાણ કરી શકાશે નહીં.

આ સમાચાર પણ વાંચો : Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!

પ્રચાર અને જાહેરાતો પર પણ નિયંત્રણ

આ નવા નિયમો અનુસાર, દારૂના પ્રચાર અથવા જાહેરાતો પર પણ અમુક અંશે નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. આને કારણે, હવે સેલિબ્રિટીઝ, ઈન્ફ્લુએન્સર્સ અથવા અન્ય ક્ષેત્રની પ્રખ્યાત વ્યક્તિઓને દારૂના પ્રચાર માટે પરવાનગી મળશે નહીં. રેસ્ટોરન્ટ એસોસિયેશનના અધ્યક્ષ ચૈનોન કોએટચારોએનનું કહેવું છે કે નવા નિયમોને કારણે રેસ્ટોરન્ટ્સ માટે મુશ્કેલીઓ ઊભી થવાની સંભાવના છે, કારણ કે જો કોઈ ગ્રાહક ૧:૫૯ વાગ્યે પણ બિઅર ખરીદે અને તેને પીવામાં થોડો સમય લે તો તે નિયમનું ઉલ્લંઘન ગણાશે અને તેને દંડ થઈ શકે છે.

 

  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
 COP31 Climate Summit Collapse – ઈતિહાસની સૌથી લાંબી UN ક્લાઈમેટ સમિટ કરાર વિના રદ, વૈશ્વિક નેતાઓ વચ્ચે તીવ્ર મતભેદ 
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Nepal PM Balendra Shah Delhi Visit – રાષ્ટ્રપતિ ભવનમાં નેપાળના PM બાલેન્દ્ર શાહનું ભવ્ય સ્વાગત, વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત 
Exit mobile version