News Continuous Bureau | Mumbai
દુનિયાભરમાં વૃદ્ધોની વસતી વધી રહી છે, પરંતુ તેની સૌથી વધુ ભયાનક અસ૨ પૂર્વ એશિયન દેશો ચીન, જાપાન અને દક્ષિણ કોરિયામાં સૌથી વધુ જોવા મળી રહી છે. અહીંના વર્કફોર્સમાં મોટો હિસ્સો વૃદ્ધોનો છે. વર્કફોર્સમાં વૃદ્ધોની વધતી સંખ્યા માટે અલગ અલગ દેશ અનેકવિધ નિયમ બનાવી રહ્યા છે. વન ચાઇલ્ડ પોલિસી ધરાવતા ચીનમાં વર્કફોર્સમાં દર પાંચમો કર્મચારી 60 વર્ષની ઉપરનો છે. આ સંખ્યા સતત વધી રહી છે. આ સમસ્યાના નિરાકરણ માટે ચીનની કંપનીઓ 45થી 60 વર્ષના નિયમિત કર્મચારીઓને વહેલા રિટાયર કરી રહી છે. તેમના સ્થાને યુવાઓને સ્થાયી નોકરી અપાય છે.
તેમની પાછળનું કારણ છે કે યુવાઓ લાંબા સમય સુધી વર્કફોર્સનો હિસ્સો રહેશે. જ્યારે સમયથી પહેલાં નિવૃત્ત કરાયેલા 45થી વધુ ઉંમરના કર્મચારીઓ હવે ગિગ વર્કિંગ કરે છે. આ લોકો દુકાનો, સફાઇ કર્મચારી, ડિલિવરી બોય, ડ્રાઇવર અને ગાર્ડ જેવી નોકરી કરે છે. ચીનમાં પેન્શન પણ વધ્યું નથી. યુવા કર્મચારીઓ ઓછા પગારને કારણે પણ અનેક કામ કરવાનું ટાળે છે.
આ સમાચાર પણ વાંચો:ઉત્તરાયણને લીધે ટ્રેનોમાં વેઈટિંગ, ગુજરાત મેલમાં સ્લીપરમાં વેઈટિંગ 200ને પાર થયું, મુંબઈથી આવતી ટ્રેનોમાં લાબું વેઈટિંગ
બીજી તરફ, જાપાન અને દક્ષિણ કોરિયામાં વૃદ્ધો માટે રિટાયર થવું હવે માત્ર એક સ્વપ્ન છે. કંપનીઓને કર્મચારીઓની તેમજ કર્મચારીઓને કામની જરુંર છે. કારણે આ દેશ નિવૃત્તિની કાનૂની ઉમર આ વધારવા માંગે છે. લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. જાપાનમાં દર ચોથી વ્યક્તિ વૃદ્ધ છે. તેમને ખબર છે કે તેમની પાસે રિટાયર થવાનો કોઇ વિકલ્પ નથી. દક્ષિણ કોરિયામાં 65 વર્ષથી વધુ ઉંમરના લગભગ 40% વૃદ્ધો એટલા ગરીબ છે કે નિવૃત્તિ પરવડે તેમ નથી. હોંગકોંગમાં અત્યારે 8માંથી એક વૃદ્ધ કાર્યરત છે. હોંગકોંગ યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં સોશિયલ સાયન્સના પ્રોફેસર સ્ટુઅર્ટ ગેટેલ બાસ્કેન કહે છે કે સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. આ પૂર્વ એશિયન દેશો વૃદ્ધ કર્મચારીઓને નોકરી પર રાખવા માટે કંપનીઓને સબસિડી પણ આપે છે. 69 વર્ષના જાપાનના ઇજી સુડો કહે છે કે હું અત્યારે પણ કામ કરું છું.