News Continuous Bureau | Mumbai
ભારતના રસ્તાઓ પર સાયકલ ભાગ્યે જ જોવા મળે છે. જોકે આજે પણ દેશના નાના શહેરોમાં કેટલાક લોકો સાયકલ ચલાવે છે. વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર વધતુ હોવાને કારણે લોકો એવા નિયમની માંગ કરી રહ્યા છે, જેથી લોકો ફરી સાયકલ ચલાવવાનું શરૂ કરે. સાયકલ ચલાવવી સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે લાભકારી છે. દુનિયામાં એક એવો દેશ પણ છે, જ્યાં સાયકલને વધુ મહત્વ આપવામાં આવે છે. એટલે સુધી કે તે દેશના પ્રધાનમંત્રી પણ સાયકલ પર ઓફિસ જાય છે.
The PM of Netherlands, Mark Rutte, on a bicycle, riding like an ordinary citizen!
Can our @PMOIndia & all the hon. MPs do the same here? pic.twitter.com/ecaL2hjJnT
— SandeepVarma (@sandeepvarma15) May 9, 2023
નેધરલેન્ડના એમ્સ્ટર્ડમમાં સાયકલને વધુ મહત્વ આપવામાં આવે છે. એમ્સ્ટર્ડમમાં સાયકલ ખૂબ જ પ્રચલિત છે. નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રૂટ સાયકલ પર સંસદ અને ઓફિસ જાય છે. એમ્સ્ટર્ડમના રિંગ રોડ અને લેન સાયકલસવાર માટે વિસ્તૃત નેટવર્કથી સજ્જ છે. આ રિંગ રોડ અને લેન પર બાળકોથી લઈને વૃદ્ધ પણ સરળતાથી સાયકલ ચલાવી શકે છે. સાયકલ ચલાવવાનું કલ્ચર માત્ર એમ્સ્ટર્ડમમાં જ નહીં, પરંતુ ડચ શહેરમાં પણ છે. 20મી સદીની શરૂઆતમાં ડચ શહેરોમાં સાયકલની સંખ્યા ખૂબ જ વધુ હતી. પુરુષો અને મહિલાઓ માટે સાયકલને એક પરિવહનની એક સમ્માનજનક રીત માનવામાં આવતી હતી. યુદ્ધ બાદ ડચની અર્થવ્યવસ્થામાં તેજી આવતા લોકો કાર ખરીદવા માટે સક્ષમ બન્યા. શહેરી નીતિ નિર્માતાઓએ કારને ભવિષ્યની યાત્રા રૂપે જોઈ.