ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022
ગુરુવાર.
અમેરિકાથી બ્રિટન જઈ રહેલા પ્લેનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ન્યૂજર્સીથી લંડન જતી બિઝનેસ ક્લાસ ફ્લાઈટમાં એક મહિલા પેસેન્જરે તેના પર બળાત્કાર થયો હોવાનો આરોપ કર્યો છે. આ કેસના આરોપીની બ્રિટનમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તે જામીન પર છૂટી ગયો હતો.
આ ઘટના યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટ માં બની હતી. “ધ સન” ન્યુઝ એજેન્સી અનુસાર ઘટના સમયે અન્ય મુસાફરો ઊંઘી રહ્યા હતા. પીડિતાએ ઘટના બાદ એરલાઇન સ્ટાફને જાણ કરી હતી. ત્યારબાદ એરલાઇન સ્ટાફે બ્રિટિશ પોલીસને જાણ કરી હતી.
ન્યુ જર્સી અને લંડન વચ્ચેની સીધી ફ્લાઇટ લગભગ 7 કલાકનો સમય લાગે છે. એરપોર્ટ ઓથોરિટીને તેની જાણ બાદ બ્રિટનના હીથ્રો ખાતે પ્લેન લેન્ડ થયા બાદ પોલીસ અધિકારીઓ પ્લેનમાંથી આરોપીની ધરપકડ કરી હતી બાદમાં પીડિતાને કાઉન્સેલિંગ માટે લઈ જવામાં આવી હતી.
આફ્રિકા બાદ હવે આ દેશના પ્રાણીઓમાં જોવા મળ્યો ઓમિક્રોન, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી – મનુષ્યો માટે ખતરો; જાણો વિગતે
સત્તાવાળાઓએ વિમાનની ફોરેન્સિક તપાસ પણ કરી હતી. આ ઘટના ગત સપ્તાહે સોમવારે બની હતી. પીડિત મહિલા અને આરોપી બંનેની ઉંમર 40 વર્ષ છે.
news.sky.com મુજબ આરોપી બ્રિટનનો રહેવાસી છે અને પીડિતા પણ બ્રિટનની હોવાનું કહેવાય છે. ધ સન અનુસાર, આરોપી અને પીડિતા બિઝનેસ ક્લાસ સીટની અલગ-અલગ હરોળમાં હતા. બંને એકબીજાને પહેલાથી ઓળખતા ન હતા. જો કે, ઘટના બની તે પહેલા પીડિતા અને આરોપીઓ લાઉન્જ એરિયામાં સાથે દારૂ પી રહ્યા હતા અને તેમની વચ્ચે થોડી ચર્ચા પણ થઈ હતી.
બ્રિટિશ પોલીસે ધરપકડની પુષ્ટિ કરી છે અને હજુ તપાસ કરી રહી છે. પ્લેનમાં જાતીય સતામણીના બનાવો દુર્લભ માનવામાં આવે છે. જો કે, કેટલાક અહેવાલો અનુસાર, તાજેતરના સમયમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં એરોપ્લેન પર જાતીય હિંસામાં વધારો થયો છે.