કેનેડામાં અમુક ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેનેડામાં 700 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા વિઝા ફ્રોડને કારણે વતન પરત આવવુ પડ્યું છે. લાખો રૂપિયા ખર્ચીને કેનેડા ગયેલા વિદ્યાર્થીઓને એજન્ટ દ્વારા છેતરપિંડી થતાં પરત આવવું પડ્યું છે. આ 700 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમીને એજન્ટોએ નકલી વિઝા આપીને કેનેડા મોકલી દીધા હતા. જેના કારણે આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ લટકી રહ્યું છે.
કેનેડા 700 ભારતીય વિદ્યાર્થીઓને પરત મોકલશે
કેનેડામાં 700 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓના ‘એડમિશન ઑફર લેટર્સ’ નકલી હોવાનું જણાયું હોવાથી સત્તાવાળાઓએ હવે આ વિદ્યાર્થીઓને ભારત પરત મોકલવાનો નિર્ણય લીધો છે. આ 700 વિદ્યાર્થીઓએ લાખો રૂપિયા ખર્ચીને કેનેડાના વિઝા માટે અરજી કરી હતી. પરંતુ જ્યારે તેઓ કેનેડા ગયા ત્યારે તેને ખબર પડી કે તેમના એડમિશન ઓફર લેટર નકલી છે. આ જાણીને વિદ્યાર્થીઓ ચોંકી ઉઠ્યા હતા. આ વિદ્યાર્થીઓને તાજેતરમાં કેનેડિયન બોર્ડર સિક્યોરિટી એજન્સી (CBSA) તરફથી દેશનિકાલ પત્રો મળ્યા છે જેનો અર્થ સ્વદેશ પરત ફરવાના આદેશો છે.
આ સમાચાર પણ વાંચો : સાવચેત રહેજો.. દેશમાં ફરી વધી રહ્યો છે કોરોના, 4 મહિના બાદ એક જ દિવસમાં 700 કોરોના દર્દીઓ; મહારાષ્ટ્ર સહિત આ 6 રાજ્યોને આરોગ્ય સચિવે લખ્યો પત્ર..
આ 700 વિદ્યાર્થીઓએ જલંધરના એજ્યુકેશન માઈગ્રેશન સર્વિસ સેન્ટરમાં કેનેડાના વિઝા માટે અરજી કરી હતી. અહીંના એજન્ટે વિદ્યાર્થીઓને કેનેડાની પ્રખ્યાત હમ્બર કોલેજમાં એડમિશન લેવાનું કહ્યું અને દરેક વિદ્યાર્થી પાસેથી એડમિશન ફી સહિત તમામ ખર્ચ પેટે 20 લાખ રૂપિયા વસૂલ્યા. આમાં એર ટિકિટ અને સિક્યોરિટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો.