News Continuous Bureau | Mumbai
જાપાનમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં વડાપ્રધાન ફુમિયો કિશિદાની સભામાં સ્મોક બૉમ્બ હુમલો થયો છે. જ્યારે પીએમ ફુમિયો ભાષણ આપી રહ્યા હતા, તે જ સમયે સ્મોક બોમ્બથી હુમલો કરવામાં આવ્યો. સુરક્ષાકર્મીઓએ વડાપ્રધાનને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. પોલીસે સ્થળ પરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે.
Bomb thrown at #Japan's PM Fumio #Kishida's rally, #Wakayama incident
Police arrested a suspect from the spot#Japanpm #fumiokishida pic.twitter.com/bLDI1vUteU
— Siraj Noorani (@sirajnoorani) April 15, 2023
જાપાની મીડિયાના અહેવાલ મુજબ વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા વાકાયામા શહેરમાં તેમનું ભાષણ શરૂ કરવાના હતા તે પહેલાં જ આ વિસ્ફોટ થયો હતો. સ્મોક બોમ્બ ફેંકાયા બાદ ચારેબાજુ ધુમાડો છવાઈ ગયો હતો. આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઘટનાસ્થળે એકઠા થયેલા લોકો સુરક્ષિત રીતે ભાગવા માટે દોડતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સુરક્ષા દળોએ એક વ્યક્તિને પણ પકડી લીધો હતો.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની ઝગમગાટ ને કારણે પાલિકા પર વધ્યો બોજો, શહેરના દરેક વોર્ડના વીજ બિલમાં થયો આટલા ટકાનો વધારો