Site icon News Continuous Bureau | Mumbai

જાપાનમાં આવેલું છે એક એવું ગામ જ્યાં 18 વર્ષથી કોઈ બાળકનો જન્મ થયો નથી- જ્યાં જુઓ ત્યાં ઢીંગલા- ઢીંગલી- જાણો કારણ-જુઓ ફોટા

 News Continuous Bureau | Mumbai 

જાપાનમાં(Japan) એક જગ્યા એવી છે જ્યાં તમને માણસો ઓછા અને ઢીંગલા ઢીંગલી(Dolls) વધુ જોવા મળે. તેની પાછળ પણ એક ખાસ કારણ છે. આ ગામ હવે દોલ્સ વિલેજ(Dolls Village) તરીકે પણ ઓળખાય છે. જાપાનના ટોકુશિમા(Tokushima) રાજ્યમાં શિકોકુ ટાપુમાં(Shikoku Island) નાગોરો નામની આ જગ્યા છે. એક મહિલા જ્યારે ગામમાં પાછી ફરી ત્યારે એકલતાથી ખુબ પરેશાન થઈ હતી. અયાનો ત્સુકિમી(Ayano Tsukimi) નામની આ મહિલા જ્યારે ગામમાં પાછી આવી તો ત્યાં વસ્તી ખુબ ઓછી જોવા મળી. જે વસ્તી હતી તેમાં પણ મોટાભાગના વૃદ્ધ છે. અહીં માંડ ૩૦ લોકો રહે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ગામમાં છેલ્લા ૧૮ વર્ષથી કોઈ બાળકનો જન્મ થયો નથી. એટલે કે બાળકોનું તો નામોનિશાન નથી. મહિલાએ પછી તો આ એકલતા દૂર કરવા માટે ઢીંગલા ઢીંગલીઓનો સહારો લેવા માંડ્યો.

Join Our WhatsApp Channel

 

ગામમાં ઓછી વસ્તીના કારણ કે જે ભેંકાર વાતાવરણ હતું તેમાં તેણે ઢીંગલીઓનો ઉમેરો કરીને ગામનું વાતાવરણ સજીવ કરવાનો પ્રયાસ કરવા માંડ્યો. અયાનોએ અત્યાર સુધીમાં પોતાના હાથે ૩૫૦ જેટલી ઢીંગલીઓ બનાવી છે. તે ઢીંગલા ઢીંગલી બનાવવામાં કુશળ છે. હવે એવું થઈ ગયું છે કે તેણે જે રીતે ગામમાં ઠેક ઠેકાણે માણસોની જગ્યાએ ઢીંગલીઓ ગોઠવી દીધી છે તેનાથી ગામ એકદમ જીવંત થઈ ગયું છે અને પર્યટનનું  સ્થળ પણ બની ગયું છે. લોકો હોશે હોશે આ ગામને જાેવા માટે આવે છે.  

પહેલા આ ગામ ખુબ ડરામણા ગામ તરીકે ઓળખાતું હતું અને લોકો પગ મૂકતા ડરતા હતાં પરંતુ હવે આ ઢીંગલા ઢીંગલીઓના કારણે ગામ ખુબ પ્રખ્યાત થઈ ગયું છે. અહીં તમને એકદમ જીવંત દેખાતા ઢીંગલા ઢીંગલી જોવા મળશે. જેમ કે જાણે બસ સ્ટોપ પર કોઈ પરિવાર રાહ જાેતો હોય, બાગમાં માળીકામ કરતા હોય, શાળામાં શિક્ષકો બાળકોને ભણાવતા હોય… અયાનોએ કહ્યું કે આ યોજના તેણે તેના પિતાની યાદમાં તૈયાર કરી હતી. જેના કારણે હવે તે ડરામણા સ્થળની જગ્યાએ પર્યટન આકર્ષણનું કેન્દ્ર(Center of tourist attraction) બની ગઈ.  

આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત- આ રાષ્ટ્રપતિએ શહેર કે રેલવે સ્ટેશનનું નહીં પણ દેશનું જ નામ બદલી દીધું- હવે આ નામથી ઓળખાશે

એક સમયે ગામમાં ૩૦૦થી વધુ લોકો રહેતા હતા. પરંતુ સમયાંતરે વસ્તી ઘટવા લાગી. અયાનો આ જ ગામમાં મોટી થઈ છે. તેની ઉપર ૨૦૧૪માં જર્મન ફિલ્મ નિર્માતા(German filmmaker) ફ્રિટ્‌ઝ શુમાને(Fritz Shuman) ફિલ્મ પણ બનાવી છે. ગામમાં દર વર્ષે ઓક્ટોબર મહિનાના પહેલા રવિવારે બિઝૂકા(Bizuka)(ઢીંગલી) મહોત્સવ યોજાય છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. અયાનો ઢીંગલી બનાવવા માટે કપાસ, પેપર, બટન, તાર વગેરે સામગ્રીનો ઉપયોગ કરીને ૩ દિવસમાં ઢીંગલી તૈયાર કરે છે.

BLA Attack Pakistan Army – પાકિસ્તાન માટે બલુચિસ્તાન બન્યું માથાનો દુખાવો, 20 સૈનિકોને ઠાર મારવાનો દાવો!વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ
Bangladesh Response Sheikh Hasina Return – ‘હાથકડી પહેરીને જ આવશે’: શેખ હસીનાની બાંગ્લાદેશ વાપસીની જાહેરાત પર વચગાળાની સરકારનો આકરો જવાબ
Nvidia CEO Jensen Huang Affair Disclosure – CEO તરીકે વાપસી પહેલા જેન્સન હુઆંગે Nvidia ના બોર્ડ સમક્ષ ખોલ્યું રહસ્ય, કબૂલ્યા વધુ અફેર
 Sheikh Hasina Bangladesh Return – શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે! ‘આ દિવસે’ જ ઢાકા જવાની જીદ, તારિક રહમાન સરકારને દિલ્હી વિમાન મોકલવા કહ્યું
Exit mobile version