News Continuous Bureau | Mumbai
એવું લાગી રહ્યું છે ચીન ઈચ્છે છે કે આખી દુનિયા કોવિડ રોગચાળાની નવી લહેરમાં સ્વાહા થઈ જાય. કોરોના વાયરસના કારણે ચીનમાં સ્થિતિ ગંભીર બની ગઈ છે, છતાં વહીવટીતંત્ર મૃત્યુના આંકડા છુપાવી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ કારણસર ફરી એકવાર ચીનને ઠપકો આપ્યો છે. WHOએ કહ્યું છે કે લોકોનો જીવ જોખમમાં છે અને ચીન સાચો ડેટા શેર કરી રહ્યું નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચીનને અપીલ કરી છે કે તે સાચા આંકડા દુનિયાની સામે મૂકે. WHOએ કહ્યું છે કે ચીનમાં કોવિડના વધતા આંકડા માટે ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BA.5.2 અને BF.7 જવાબદાર છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ XXB.1.5 વેરિઅન્ટ પર ચિંતા વ્યક્ત કરી છે. WHOએ કહ્યું કે આ વેરિઅન્ટ ઓક્ટોબરમાં સામે આવ્યો હતો, જે અમેરિકા અને યુરોપમાં ઝડપથી ફેલાયો છે. અત્યાર સુધીમાં 25 દેશો તેની ચપેટમાં આવી ચુક્યા છે. ભારતમાં પણ XXB1.5ના 5 કેસ નોંધાયા છે.
કોવિડના ડેટા છુપાવી રહ્યું છે ચીન
WHO એ ચેતવણી આપી છે કે ચીન દેશમાં COVID-19 રોગચાળાની સાચી અસરને ઓછી કરીને બતાવી રહ્યું છે, ખાસ કરીને મૃત્યુની ચોક્કસ સંખ્યા જાહેર નથી કરી રહ્યું. WHO હેલ્થ ઈમરજન્સી પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર માઈકલ રેયાને કહ્યું, અમારું માનવું છે કે કોવિડથી થતા મૃત્યુની સાચી સંખ્યા જણાવવામાં આવી રહી નથી.
આ સમાચાર પણ વાંચો : ગૃહમંત્રી અમિત શાહના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ
તેમણે કહ્યું કે ચીનના આંકડાઓ હોસ્પિટલમાં દાખલ થવા, આઈસીયુમાં દાખલ થવા અને ખાસ કરીને મૃત્યુના સંદર્ભમાં રોગની સાચી અસરને ઓછી બતાવે છે.
ચીને કોવિડ-19ના કેસો અને મૃત્યુનો દૈનિક રિપોર્ટ પ્રકાશિત કરવાનું બંધ કરી દીધું છે. ચીન મૃત્યુઆંકની ગણતરી પણ યોગ્ય રીતે કરી રહ્યું નથી. હવે કોવિડમાં શ્વસન સંબંધી રોગોથી મૃત્યુ પામેલા લોકોની જ ગણતરી કરવામાં આવે છે.
સ્મશાનમાં મૃતદેહોના ઢગલા
એરફિનિટી, યુકે સ્થિત સાયન્સ ડેટા કંપનીનો અંદાજ છે કે ચીનમાં દરરોજ 20 લાખથી વધુ કોવિડ કેસ છે અને લગભગ 14,700 લોકો મૃત્યુ પામે છે. ચીને લગભગ એક મહિના પહેલા તેની શૂન્ય કોવિડ નીતિને હટાવી લીધી હતી, એ પછી અહીં હોસ્પિટલો અને સ્મશાનગૃહો ભરાઈ ગયા હોવાના અહેવાલો આવી રહ્યા છે.
વિશ્વભરમાં ચીનથી આવતા મુસાફરો પર પ્રતિબંધ
ભારત સહિત એક ડઝનથી વધુ દેશોએ ચીનના પ્રવાસીઓ પર મુસાફરી પ્રતિબંધો લાદ્યા છે, બીજિંગે આને રાજકીય રીતે પ્રેરિત હોવાની વાત કહીને તેની ટીકા કરી છે. કેસોમાં વધારો થવા છતાં ચીનમાં કોવિડના નવા વેરિઅન્ટની ખબર પડી નથી. ડબ્લ્યુએચઓએ ચેતવણી આપી છે કે આ પરીક્ષણના અભાવને કારણે થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : શ્રીલંકા બાદ આ દેશમાં ઘેરું બન્યું આર્થિક સંકટ, સાંજ પડતાં જ મોલમાં લાઇટો ગુલ, મોટાં શહેરોમાં અંધારપટ..
Join Our WhatsApp Community