News Continuous Bureau | Mumbai
કોરોના મહામારીને લઈ ચીની યાત્રીઓ પર પ્રતિબંધ લગાવનારા દેશો સામે ચીને પહેલી જવાબી કાર્યવાહી કરી છે. જણાવી દઈએ કે દક્ષિણ કોરિયામાં ચીની દૂતાવાસે દક્ષિણ કોરિયાઈ યાત્રીઓ માટે શોર્ટ-ટર્મ વિઝા આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચીને તેના સત્તાવાર વી-ચેટ એકાઉન્ટ પર જણાવ્યું હતું કે, દક્ષિણ કોરિયાના ભેદભાવપૂર્ણ પ્રવેશ પ્રતિબંધના જવાબમાં ચીની દૂતાવાસે આ નિર્ણય લીધો છે.
અન્ય દેશોમાં કોરોનાને લઈ ચિંતા વધી
એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, ચીનના વિદેશમંત્રીએ દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી સાથે ટેલિફોન કોલ પર આ પ્રતિબંધો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેના એક દિવસ બાદ ચીને દક્ષિણ કોરિયા વિરુદ્ધ આ કડક પગલું ભર્યું છે. ખરેખર, ચીનની વિવાદાસ્પદ ઝીરો કોવિડ પોલિસી હટાવ્યા બાદ કોરોના સંક્રમણ ઝડપથી વધ્યું છે, જેના કારણે વિશ્વના અન્ય દેશોમાં કોરોના મહામારીના સંક્રમણને લઈ ચિંતા વધી છે. આ જ કારણ છે કે કેટલાક દેશોએ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત બનાવી દીધો છે, જેના કારણે ચીનને મોટો આંચકો લાગ્યો છે. ચીનનું માનવું છે કે આ નિર્ણય ચીનના પ્રવાસીઓને નિશાન બનાવવા માટે લેવામાં આવ્યો છે. ત્યારે હવે ચીને પણ દક્ષિણ કોરિયા સામે આ અંગે જવાબી કાર્યવાહી કરી છે.
આ સમાચાર પણ વાંચો: આ છે ભારતના સૌથી વધુ વેચાતા સ્માર્ટફોન, લિસ્ટ જોઈને તમે ચોંકી જશો !
કેટલાક દેશોમાં ચીનથી આવતો મુસાફરો માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત કરાયો
માહિતી મુજબ, આ મામલે ચીનના ટાર્ગેટ લિસ્ટમાં અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા અને જાપાન સામેલ થયા છે. કારણ કે આ દેશોએ ચીનથી આવતા મુસાફરો માટે કોરોનાના નેગેટિવ રિપોર્ટને ફરજિયાત બનાવી દીધો છે. એટલે કે જે પણ મુસાફર આવશે તેણે કોવિડ ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ જરૂર દર્શાવવો પડશે. મીડિયા રિપોર્ટ મુજબ, આ સમગ્ર મામલે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે, ‘કેટલાક દેશોએ માત્ર ચીનના પ્રવાસીઓને નિશાન બનાવવા માટે પ્રવેશ પ્રતિબંધ લગાવ્યો છે. ચીન પણ આનો બદલો લઈ શકે છે.’
Join Our WhatsApp Community