News Continuous Bureau | Mumbai
ચીને પાકિસ્તાનમાં પોતાના દૂતાવાસના વાણિજ્ય વિભાગને અસ્થાયી રૂપે બંધ કરી દીધો છે. થોડા દિવસો પહેલા ચીને પાકિસ્તાનમાં બગડતી સુરક્ષા સ્થિતિને કારણે પોતાના નાગરિકોને સાવધાન રહેવાની સલાહ આપી હતી. ચીને વાણિજ્ય વિભાગને બંધ કરવા પાછળનું કારણ ‘ટેકનિકલ સમસ્યા’ ગણાવ્યું છે.
ચીનની એમ્બેસીએ પોતાની વેબસાઈટમાં કોન્સ્યુલેટ બંધ કરવાની જાહેરાત કરી છે. જેમાં ટેકનિકલ સમસ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ તેને બંધ કરવાની સમયમર્યાદા આપવામાં આવી નથી. વેબસાઈટ અનુસાર, ‘ટેકનિકલ સમસ્યાઓના કારણે, ચીનના દૂતાવાસનો વાણિજ્ય વિભાગ 13 ફેબ્રુઆરી, 2023 થી આગળની સૂચના સુધી અસ્થાયી રૂપે બંધ રહેશે.
શરીફના શાસનમાં આતંકી હુમલો
પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન શાહબાઝ શરીફના શાસન દરમિયાન પાકિસ્તાનમાં રહેતા ચીની નાગરિકો પર હુમલામાં વધારો થયો છે. આ સિવાય તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન જેવા સંગઠનો તરફથી સતત હુમલાની ધમકીઓ મળી રહી છે. આવી સ્થિતિમાં ચીન વર્તમાન સરકારથી અસંતુષ્ટ છે.
ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રમાં ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ કરી રહેલા આતંકવાદીઓને બચાવવાનું કામ ચીન કરી રહ્યું છે. ભારત વિરુદ્ધ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદમાં સામેલ આતંકવાદીઓ પર વૈશ્વિક પ્રતિબંધો લાદવાની દરખાસ્તોને ટાળવા માટે ચીન તેના વીટોનો ઉપયોગ કરી રહ્યું છે. પરંતુ, હવે આ આતંકવાદી સંગઠનો તેના માટે મોંઘા સાબિત થઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : ICCનું મોટું બ્લન્ડર.. ટીમ ઈન્ડિયાને કલાકો માટે બનાવી દીધું ટેસ્ટ ક્રિકેટના બાદશાહ, ઓસ્ટ્રેલિયાની વધારી દીધી ચિંતા