News Continuous Bureau | Mumbai
China: ચીન (China) ની એક કંપનીએ પોતાના કર્મચારીઓને ટાર્ગેટ પૂરો ન કરવા બદલ સજા આપી હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો કંપનીની ટીકા કરી રહ્યા છે.
આ ઘટના સુઝૌ દાનાઓ ફેંગચેંગશી ઇન્ફર્મેશન કન્સલ્ટિંગ (Information Consulting) ખાતે બની હતી. જે એક શૈક્ષણિક અને તાલીમ કંપની (Educational and Training Company) છે. ટાર્ગેટ પૂરો ન કરવા બદલ કંપની દ્વારા ડઝનેક કર્મચારીઓને સજા તરીકે કાચા કારેલા ખાવાની ફરજ પાડી હતી. આ પ્રથમ વખત નથી. કેટલીકવાર ટાર્ગેટ પૂરો ન થાય ત્યારે કર્મચારીઓને એકબીજાને મારવાનું કહેવામાં આવે છે. કેટલીકવાર કર્મચારીઓને શેરીઓમાં ચાલવાની સજા કરે છે. ચાઈનીઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક કર્મચારીઓ કડવું અને કાચા કારેલા ખાતા જોવા મળે છે. કંપનીએ તેને પુરસ્કાર અને સજા યોજના કરાર નામ (Reward and punishment scheme agreement) આપ્યુ છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે કર્મચારીઓ પોતે આ માટે સંમત હતા. એક કર્મચારીએ વીડિયો દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. કર્મચારીના કહેવા પ્રમાણે, તે કાચા કારેલા ખાવા માંગતા ન હતા. તેમ કંપનીના કર્મચારીએ જણાવ્યું હતું. કોઈને કડવા કારેલા ખાવાની ઈચ્છા ન હતી.
આ સમાચાર પણ વાંચો : Adipurush: AICWA એ આદિપુરુષ વિવાદમાં અમિત શાહને લખ્યો પત્ર, ઓમ રાઉત અને પ્રોડક્શન ટીમ સામે FIRની માંગણી
કેટલીકવાર ટાર્ગેટ પૂરો ન થાય ત્યારે કર્મચારીઓને એકબીજાને મારવાનું કહેવામાં આવે છે
આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ચીન સહિત અન્ય દેશોમાં લોન કંપની દ્વારા કર્મચારીઓને સજા કરતી આવી કંપનીઓ ટીકાઓનો સામનો કરી રહી છે. એક યુઝરે લખ્યુ જે સજાઓ પહેલા શાળામાં સંભળાતી હતી, હવે કંપનીઓ પણ કરવા લાગી છે. અન્ય એક યુઝરે લખ્યું કે કંપની આ પહેલા પણ કરી ચૂકી છે. હવે તેના પર લગામ લગાવવાની જરૂર છે.