News Continuous Bureau | Mumbai
ચીનમાં ( Chinese ) કોરોનાએ ભારે હાહાકાર મચાવ્યો છે અને તેનાથી વિશ્વભરની મુશ્કેલીઓ વધતી જાય છે. આ મહિનાની શરૂઆતમાં ચીન દ્વારા સખત કોવિડ નિયમોમાં અચાનક ઢીલ આપ્યા બાદ તાવની દવા અને વાયરસ ટેસ્ટ કિટની માગમાં ભારે ઉછાળો આવ્યો છે, જેનાથી ઇબૂપ્રોફેન અને પેરાસિટામોલ દવાઓની ભારે અછત સર્જાઈ છે. મીડિયામાં પ્રકાશિત એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મહામારીના પ્રકોપ વચ્ચે ચીનના રહેવાસીઓ જેનરિક કોવિડ દવાઓ ( Indian Covid drugs ) માટે કાળા બજાર ( black market ) તરફ વળ્યા ( turning ) છે.
મહત્વનું છે કે ચીને આ વર્ષે બે કોવિડ-19 એન્ટિવાયરલ દવાઓને મંજૂરી આપી હતી. તેમાં ફાઈઝરની ‘પેક્સલોવિડ’ અને ચાઈનીઝ ફર્મ જેન્યુઈન બાયોટેકની એચઆઈવી દવા ‘એઝવુડિન’નો સમાવેશ થાય છે. પરંતુ આ દવાઓ ચીનની કેટલીક હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ છે. દરમિયાન ચીનના લોકો ભારતમાંથી સસ્તી પરંતુ ગેરકાયદેસર રીતે આયાત કરેલ જેનેરિક દવાઓ પસંદ કરી રહ્યા છે. માંગણી વચ્ચે, ‘કોવિડ વિરોધી ભારતીય જેનરિક દવાઓ 1,000 યુઆન (રૂ. 11,881) પ્રતિ બોક્સમાં વેચાય છે’ જેવા વિષયો ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબો પર ટ્રેન્ટ કરી રહ્યા છે. ભારતમાંથી 4 પ્રકારની જેનરિક એન્ટી-કોવિડ દવાઓ ચીનના બજારમાં ગેરકાયદેસર રીતે વેચવામાં આવી રહી છે. તેમાં Primovir, Paxista, Molnunat and Molnatris નામની બ્રાન્ડ સામેલ છે.
આ સમાચાર પણ વાંચો: કામની વાત / બાળકોના ભવિષ્યના રોકાણ માટે આ સરકારી યોજના છે બેસ્ટ, બસ રોજના કરવું પડશે માત્ર આટલાં રૂપિયાનું રોકાણ
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ચીનની સરકારે ભારતીય જેનેરિક દવાઓને પરવાનગી આપી નથી અને તેનું વેચાણ કરવું એ સજાપાત્ર ગુનો છે. ચીનમાં જાહેર આરોગ્ય નિષ્ણાતો અને ડોક્ટરોએ અગાઉ સંભવિત જોખમો વિશે ચેતવણી આપી હતી અને લોકોને ગેરકાયદેસર ચેનલોમાંથી દવાઓ ન ખરીદવા વિનંતી કરી હતી.
Join Our WhatsApp Community