News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનની મોજુદા સરકાર ગમે તે રીતે ઇમરાન ખાનને જેલમાં જોવા માંગે છે. આ કારણથી ઈમરાન ખાન અત્યારે પોતાના ઘરે મોજુદ છે અને તેમના નિવાસ્થાન પાસે તેમના સમર્થકોએ ઘેરો ઘાલ્યો છે. ઈમરાન ખાનની ધરપકડ કરવા માટે ગયેલા પોલીસો અને ખાનના સમર્થકો વચ્ચે ખૂબ મારામારી થઈ હતી. મોટા પાયે પથ્થરમારો થયો હતો જેમાં ઈસ્લામાબાદના પોલીસ વડા સહિત અનેક પોલીસજવાન અને સામાન્ય નાગરિકો ઘાયલ થયા છે. બેકાબૂ બનેલા ટોળાને વિખેરવા માટે પોલીસે અશ્રુવાયુ છોડ્યો હતો અને લાઠીમાર પણ કર્યો હતો.’
ઉલ્લેખનીય છે કે એક મહિલા ન્યાયાધીશ અને એક પોલીસ અધિકારી સાથે કથિતપણે ગેરવર્તન કર્યાના આરોપસર પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન સામે બિન-જામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. હવે ઇમરાન ખાનનો દાવો છે કે તેઓ આગામી સુનવણીની તારીખે કોર્ટમાં હાજર રહેશે.
આ સમાચાર પણ વાંચો : આંતરરાષ્ટ્રીય ટેન્શન, રશિયાના જેટ વિમાને અમેરિકાનું ડ્રોન તોડી પાડ્યું.