News Continuous Bureau | Mumbai
શ્રીલંકા (Sri Lanka) છોડીને સિંગાપોર (Singapore) પહોંચેલા શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે(Gotabaya Rajapaksa)ની મુશ્કેલીમાં વધારો થયો છે.
દક્ષિણ આફ્રિકા(South Africa) સ્થિત અધિકાર જૂથે સિંગાપોરના એટર્ની જનરલને ફોજદારી ફરિયાદ સબમિટ કરી છે.
ફરિયાદમાં કથિત યુદ્ધ અપરાધો માટે શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે.
ઇન્ટરનેશનલ ટ્રુથ એન્ડ જસ્ટિસ પ્રોજેક્ટના વકીલોએ 63 પાનાની ફરિયાદ સબમિટ કરી છે.
ફરિયાદમાં વકીલો દ્વારા દલીલ કરવામાં આવી હતી કે રાજપક્ષેએ 2009ના ગૃહ યુદ્ધ દરમિયાન જિનીવા સંમેલનોનું ગંભીર ઉલ્લંઘન કર્યું હતું, જ્યારે તેઓ સંરક્ષણ સચિવ હતા.
આ સમાચાર પણ વાંચો : ગુજરાતમાં 13 વર્ષ પછી સૌથી મોટો લઠ્ઠાકાંડ- એક બાદ એક મોત- અનેક પરિવારમાં માતમ- આ જિલ્લામાં લઠ્ઠાકાંડમાં આટલા લોકોના મોત