ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
રશિયા અને યુક્રેન વચ્ચે હવે યુદ્ધ શરૂ થઈ ગયું છે.
રાજધાની કીવ સહિત અલગ અલગ ભાગોમાં બોમ્બ ધડાકાના અવાજો સાથે આ યુદ્ધની શરૂઆત થઈ છે.
કહેવામાં આવી રહ્યું છે કે કીવ પર ક્રુઝ અને બેલેસ્ટિક મિસાઈલો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.
કીવ સહિત 6 શહેરમાં મિસાઈલ એટેક થયા છે.
આ બધા વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની હાલ બેઠક ચાલું છે. જેમા રશિયાના પ્રતિનિધિએ કહ્યું કે પુતિને જે સ્પેશિયલ ઓપરેશનનું એલાન કર્યું છે તે યુક્રેનના લોકોને બચાવા માટે કરવામાં આવ્યું છે. જેઓ વર્ષોથી તકલીફમાં છે.
યુક્રેન રશિયા યુદ્ધ : યુદ્ધ શરૂ થયાના જૂજ કલાકોમાં રશીયાએ ધડબડાટી બોલાવી નાખી. સંખ્યાબંધ શહેરો પર રોકેટમારો. જુઓ વિડિયો.#Ukraine #UkraineRussiaConflict #Kyiv #Kharkiv #Kiev #UkraineRussiaCrisis #Russia #war pic.twitter.com/stMlMVVnqe
— news continuous (@NewsContinuous) February 24, 2022