News Continuous Bureau | Mumbai
આ સમારોહમાં મઠના મઠાધિપતિ અને મોંગોલિયાના ઉચ્ચ લામાઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં લગભગ 600 મોંગોલિયનો હાજર રહ્યા હતા. તિબેટીયન બૌદ્ધ ધર્મના નિષ્ણાતો કહે છે કે આઠ વર્ષના છોકરાને 8 માર્ચે પુનર્જન્મ જાહેર કરવામાં આવ્યા પછી જ તેને કાયદેસરતા મળી હતી, જેઆ ધાર્મિક ક્રીયા 14મા દલાઈ લામાએ 2016 માં ઉલાન બાટોરની મુલાકાત લીધી ત્યારે હાથ ધરી હતી. દલાઈ લામા દ્વારા ઔપચારિક રીતે રાજ્યાભિષેક થયો તે પહેલાં ફેબ્રુઆરીના અંતમાં આ બાળકને ગંડન મઠમાં એક સમારોહમાં અભિષેક કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : પશ્ચિમ રેલવેએ ગોખલે બ્રિજ તોડી પાડ્યો, હવે આ કામ માટે સ્થળ પાલિકાને સોંપવામાં આવ્યું..
દલાઇ લામા એ જે પગલું ઊંચક્યું છે તેનાથી ચીન ભારે નારાજ થયું છે. ઉલ્લેખનીય છે કે દલાયેલામાં એ આ પહેલા જે વ્યક્તિને પોતાના ઉત્તરાધિકારી તરીકે ચુંટ્યા હતા તેનું વર્ષો પહેલા અપહરણ થઈ ચૂક્યું છે. હાલ તે ચીનમાં રહે છે તેમજ ચીનના સામ્રાજ્યવાદી શાસન ના શકન જામા છે. દરમિયાન એવા પ્રશ્નો વારંવાર ઉઠી રહ્યા હતા કે મોજુદા દલાઈ લામા પછી તિબેટ ની ધાર્મિક સત્તાનો મુખ્ય અધિકારી કોણ બનશે. હવે આ પ્રશ્નનો ઉકેલ આવી ગયો છે. ચીન અને રશિયા વચ્ચેના મોંગોલિયા દેશના બાળકને લામા તરીકે નિયુક્ત કર્યા છે.
ઉલ્લેખનીય છે કે હાલના દલાઇ લામાને ચીન એક લુચ્ચા અને ભાગલાવાદી વરુ તરીકે સંબોધે છે. દલાઈ લામા ચીનને આંખમાં કણાની જેમ ખૂંચે છે. જેની પાછળનું પ્રમુખ કારણ એ છે કે સમગ્ર તિબેટમાં દલાઈ લામાને ભારે સમર્થન અને સન્માન મળી રહ્યું છે.
હવે જોવાનું એ રહે છે કે દલાઈ લામા આ પગલાનો જવાબ ચીન કઈ રીતે આપે છે.