News Continuous Bureau | Mumbai
યુક્રેન(Ukraine)ના પાટનગર કીવ(kiev)માં રશિયન સેનાની નાશ કરવામાં આવેલી ટેકો, તોપો સહિતના શસ્ત્રોના કાટમાળનું પ્રદર્શન(exhibitioin) યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શન 24મેથી કીવના માયખાઇલિવસ્કા સ્કવેર(Mikhailovska aquare)માં શરૂ થયું છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે(foreign ministry) રશિયાના ફેલ કરવામાં આવેલા શસ્ત્રો અને તેના કાટમાળની તસવીરો પોસ્ટ કરી હતી. યુદ્ધ પછી રાજધાની કીવમાં પહેલી વાર યોજાયેલા ક્રાયક્રમમાં લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. અનેક યુવાઓ તોપ(Cannon) અને ટેંકો(tank)ની નજીક સેલ્ફી લેતા નજરે પડયા હતા. નાગરિકો અને નાના બાળકો કુતુહલવશ ભંગાર થઇ ગયેલા શસ્ત્ર સરંજામને નિહાળ્યો હતો.
યુદ્ધ અંગે નિષ્ણાતોનું માનવું છે કે રશિયા(Russia)એ યુક્રેનમાં સ્ટ્રેટેજી અપનાવી તેના કરતા યુક્રેન(Ukraine)નો પ્રતિકાર વધારે પાવરફુલ(powerful) રહ્યો હોવાથી નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રશિયાની ટેંકો અને બખ્તરબંધ ગાડીઓને લોકોએ રોડ પર જ ઉભી રાખી હોય કે હાઇજેક(Highjeck) કરીને લઇ ગયા હોય તેવા પણ કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : હોસ્પિટલમાં એડમિટ મનસે ચીફ રાજ ઠાકરે બીજી વખત આવ્યા કોરોનાની ચપેટમાં- હવે તેમની સર્જરીનું શું થશે
એ તો જગજાહેર છે કે સૈન્યની બળાબળીની સરખામણીએ રશિયા યુક્રેન(Ukraine-Russia) કરતા વધુ ચડિયાતું છે. તેમ છતાં રશિયાને યુક્રેનમાં શસ્ત્ર સરંજામ અને સૈન્ય ખુંવારી વેઠવી પડી છે. યુક્રેનના લડાયક સૈન્યને યુરોપિયન યુનિયન(European Union) અને અમેરિકા(US) સહિતના પશ્ચિમી દેશોએ તન,મન અને ધનથી મદદ કરતા રશિયા સામે ટક્કર લીધી છે. એટલું જ નહીં રશિયાની અનેક ટેંકો,તોપો અને બખ્તરબંધ ગાડીઓનો નાશ કર્યો છે. યુક્રેનનો દાવો છે કે રશિયાની ૮૦૦થી વધુ ટેંકો(tank) સહિતના સૈન્ય સરંજામનો નાશ કર્યો છે.
ગત ૨૪ ફેબુઆરીએ રશિયાએ યુક્રેન પર સૈન્ય કાર્યવાહી કરી ત્યારે કોઇએ કલ્પના પણ નહોતી કરી કે યુક્રેન -રશિયા યુદ્ધ આટલું લાંબુ ચાલશે. રશિયા યુક્રેન વચ્ચેના જંગને ૧૦૦ દિવસ થવામાં છે. યુક્રેન યુધ્ધ ૧૦ દિવસ નહી ચાલે એવું માનવામાં આવતું હતું તે ૩ મહિના કરતા પણ વધુ સમય થયો હોવા છતાં કોઇ તાર્કિક અંત નજીક જણાતો નથી.