News Continuous Bureau | Mumbai
ઘણા કેસમાં આરોપી પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની આખરે ધરપકડ કરવામાં આવી છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા ઈસ્લામાબાદ કોર્ટની બહાર ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા તેમણે ત્રણ વાર ધરપકડથી બચવા હવાતિયા માર્યા હતા પરંતુ આ વખતે તેઓ ઝપટમાં આવી ગયા.
આ કેસમાં ઈમરાનની ધરપકડ
પાકિસ્તાની મીડિયા અનુસાર, અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઇસ્લામાબાદ હાઇકોર્ટની બહાર ઈમરાનની ધરપકડ થઈ છે. અહીં ઇમરાન ખાન તેમની સામે નોંધાયેલા ઘણા કેસોમાં જામીન મેળવવા માટે આવ્યા હતા. ઈમરાન ખાનની ધરપકડ પર ઈસ્લામાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે કોર્ટના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ઈમરાન ખાનની કોર્ટમાં હાજર થતા પહેલા જ ધરપકડ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસે આઈજી ઈસ્લામાબાદ, હોમ સેક્રેટરીને 15 મિનિટમાં બોલાવ્યા છે. આઈજી ઈસ્લામાબાદ, હોમ સેક્રેટરી 15 મિનિટમાં નહીં આવે તો મુખ્યમંત્રીએ આવવું પડશે.
આ સમાચાર પણ વાંચો : મેટ્રો સમય તો બચાવે છે, પરંતુ મુંબઈકરોના ખર્ચમાં થયો વધારો.. શહેરના આ વિસ્તારમાં મકાનના ભાવ તોડી રહ્યા છે રેકોર્ડ..
ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા મુસરત ચીમાએ ટ્વીટ કરીને દાવો કર્યો છે કે તેઓ ઈમરાન ખાનને ટોર્ચર કરી રહ્યા છે. તેઓ ઈમરાન ખાનને માર મારી રહ્યા છે. પીટીઆઈ દ્વારા ટ્વીટ કરવામાં આવેલા વીડિયોમાં ઈમરાન ખાનના વકીલ ઘાયલ જોવા મળે છે.
ઇસ્લામાબાદમાં કલમ 144
ઈસ્લામાબાદ પોલીસે જણાવ્યું કે રાજધાની શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે કોઈને પણ ત્રાસ આપવામાં આવ્યો નથી.