News Continuous Bureau | Mumbai
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 20 મેના રોજ જાપાનના હિરોશિમામાં જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. અહીં બંને નેતાઓએ વેપાર, અર્થતંત્ર અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત-જાપાનની મિત્રતા વધારવાના માર્ગો પર ચર્ચા કરી. PM મોદી Fumio Kishida ના આમંત્રણ પર જાપાનની અધ્યક્ષતામાં થઈ રહેલી G-7 સમિટમાં ભાગ લઈ રહ્યા છે.
પીએમ મોદીએ હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવા અને અનાવરણ કરવાની તક આપવા બદલ જાપાન સરકારનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આપણે સૌએ મહાત્મા ગાંધીના આદર્શોને અનુસરીને વિશ્વ કલ્યાણના માર્ગ પર ચાલવું જોઈએ. આ મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ હશે.
આ સમાચાર પણ વાંચો: 2000 currency notes: જો હવે કોઈ 2000 રૂપિયાની નોટ લેવાની ના પાડે તો શું કરવું? જાણો શું કહ્યું RBIએ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદીએ કહ્યું, ‘હું તમને G-7ની શાનદાર ઈવેન્ટ માટે અભિનંદન આપું છું. તમારી ભારત મુલાકાત યાદગાર રહી. મેં તમને જે બોધિ વૃક્ષ આપ્યું છે, તે તમે હિરોશિમામાં રોપ્યું છે અને જેમ જેમ તે વધશે તેમ તેમ ભારત-જાપાનના સંબંધો વધુ મજબૂત થશે. આ તે વૃક્ષ છે જે બુદ્ધના વિચારોને અમરત્વ આપે છે.આપને જણાવી દઈએ કે 19 મેના રોજ પીએમ મોદી ત્રણ દેશોના પ્રવાસના પહેલા તબક્કામાં હિરોશિમા પહોંચ્યા હતા અને તેઓ 40 થી વધુ કાર્યક્રમોમાં ભાગ લે તેવી શક્યતા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતીય સંસદ દર વર્ષે હિરોશિમા દિવસની ઉજવણી કરે છે અને ઉમેર્યું હતું કે જાપાનના રાજદ્વારીઓ આ પ્રસંગે હંમેશા હાજર રહે છે. આ બેઠકમાં, બંને દેશોના નેતાઓએ પોતપોતાના G-20 અને G-7 પ્રેસિડન્સીના પ્રયાસોને સંકલન કરવાના માર્ગો પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ વૈશ્વિક દક્ષિણની ચિંતાઓ અને પ્રાથમિકતાઓને પ્રકાશિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ સમાચાર પણ વાંચો: થલપથી વિજય બન્યો ભારતનો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા, આગામી ફિલ્મ માટે લીધી અધધ આટલી ફી!