News Continuous Bureau | Mumbai
દેશમાં ગત ડિસેમ્બર દરમિયાન સતત વધતી કિંમતોને કારણે રોજીંદા ખર્ચમાં થયેલા વધારા તેમજ USમાં મંદીના તોળાતા ખતરાની આશંકા વચ્ચે જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ 11.25% ઘટી રૂ.19,432 કરોડ નોંધાઇ છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) અનુસાર ડિસેમ્બર, 2021 દરમિયાન એકંદરે જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ રૂ.21,896 કરોડ હતી. જ્યારે એપ્રિલ-ડિસેમ્બર 2022 દરમિયાન કુલ નિકાસ 6.28%ની વૃદ્ધિ સાથે રૂ.2,27,534.50 કરોડ નોંધાઇ હતી જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન રૂ. 2,14,087,94 કરોડ રહી હતી. જો કે, US ડોલરની દૃષ્ટિએ નિકાસમાં આંશિક 0.73%નો ઘટાડો જોવા મળ્યો હતો.
GJEPCના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે એપ્રિલ-ડિસેમ્બર, 2022 દરમિયાન જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસમાં પોઝિટિવ ટ્રેન્ડ નોંધાયો હતો પરંતુ ડિસેમ્બરમાં ફુગાવાની દૃષ્ટિએ ઇન્ડસ્ટ્રીએ કેટલાક વૈશ્વિક પડકારો તેમજ USમાં મંદીના તોળાતા ખતરાને કારણે નિકાસમાં ઘટાડો નોંધાવ્યો હતો. જો કે ભારતીય નિકાસકારો આ પડકારો વચ્ચે પણ સારું પરફોર્મ કરવામાં સક્ષમ રહ્યા હતા. ભારત-UAE CEPAની શરૂઆતને કારણે પ્લેન ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. જેને કારણે US અને હોંગકોંગમાં નિકાસને વેગ મળ્યો છે.
આ સમાચાર પણ વાંચો:એશિયન દેશો ચીન, જાપાન અને દક્ષિણ કોરિયામાં સૌથી વધુ વૃદ્ધ જોવા મળી રહ્યા છે, ચીનમાં વર્કફોર્સમાં દર પાંચમો કર્મચારી 60 વર્ષની ઉપરનો