News Continuous Bureau | Mumbai
બ્રિટનમાં 5 લાખથી વધુ લોકો ઋષિ સુનકની સરકારની વિરોધમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. આ પ્રદર્શનને દાયકાનું સૌથી મોટું પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. વિરોધ કરનારા લોકોમાં સૌથી વધુ શિક્ષકો, સિવિલ સર્વેંટ, અને ટ્રેનના ડ્રાઇવર્સ સામેલ છે, જે પોતાનું કામ છોડીને હડતાલ પર જતાં રહ્યા. આ લોકો અહીંની સરકારને વધારવા અને મોંઘવારી નિયંત્રણમાં રાખવાની માંગ કરી રહ્યા છે.
Protest in Central London #UK #England #Britain today, issues are – high cost of living, Unemployment, Inflation rate.
A mess created by flawed policies of last 2 decades & covid lockdown; but white media will try to pin blame on #RishiSunak #LondonProtests pic.twitter.com/DXBh0UYOYL
— Sreenivas ಶ್ರೀನಿವಾಸ श्रीनिवास Bidari 🇮🇳 (@BidariSreenivas) February 2, 2023
પીએમઓએ આમ ન કરવાની અપીલ કરી હતી
મીડિયા અહેવાલ મુજબ હડતાળ પર ઉતરેલા લોકોમાં લગભગ 3 લાખ શિક્ષકો હતા, જેઓ કોરોના અને પછી યુક્રેન યુદ્ધના કારણે વધેલી મોંઘવારીથી પરેશાન છે. હડતાલની પહેલાથી વડાપ્રધાન ઓફિસે અપીલ કરતાં કહ્યું હતું કે, આનાથી અવ્યવસ્થા ફેલાશે. જોકે તેમ છતાં લોકો સહમત ન થયા અને વિરોધમાં જોડાયા.
આ સમાચાર પણ વાંચો : અદાણી ગ્રુપને કઈ બેંકે કેટલી લોન આપી? આરબીઆઈએ ભારતીય બેંકો પાસેથી અદાણી ગ્રુપના એક્સપોઝરની વિગતો માગી
Join Our WhatsApp Community