યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ના પ્રવક્તા નેડ પ્રાઇસ આ મહિને પદ છોડશે અને ભારતીય-અમેરિકન વેદાંત પટેલ વચગાળાના પ્રવક્તા હશે. વેદાંત પટેલ હવે ડેપ્યુટી પ્રવક્તા છે. યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકને મંગળવારે જાહેરાત કરી હતી કે નેડ પ્રાઇસ આ મહિને પદ છોડી દેશે. તેમણે સ્ટેટ ડિપાર્ટમેન્ટની દૈનિક પ્રેસ બ્રીફિંગ્સને પુનર્જીવિત કરવાનો શ્રેય પણ પ્રાઇસને આપ્યો, જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હેઠળ અનિયમિત બની ગઈ હતી.
બ્લિંકેને એક નિવેદનમાં જણાવ્યું કે પદ સંભાળ્યા પછી, પ્રાઇસે 200 થી વધુ બ્રિફિંગ હાથ ધર્યા છે અને તે દરમિયાન તેઓ પત્રકારો તેમજ તેમના સાથીદારો અને દરેક સાથે આદરપૂર્ણ રીતે વર્ત્યા છે. પ્રાઇસ ના અનુગામી નું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ વેદાંત પટેલ વચગાળાના પ્રવક્તા હશે.
બ્લિંકને કહ્યું, “અમેરિકા અને વિશ્વભરના લોકો માટે પ્રાઈસ ઘણીવાર અમેરિકન વિદેશ નીતિનો ચહેરો અને અવાજ રહ્યા છે. તેમણે તેમની જવાબદારી વ્યાવસાયિક રીતે અને નિષ્ઠાપૂર્વક નિભાવી. હું નેડ પ્રાઇસનો તેમની નોંધપાત્ર સેવા માટે આભાર માનું છું.” પ્રાઇસ અગાઉ ઓબામા વહીવટ દરમિયાન સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA) અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ માટે કામ કર્યું હતું અને ટ્રમ્પ વહીવટ ની શરૂઆત પછી રાજીનામું આપ્યું હતું.
વિશ્વભરમાં પ્રેસની સ્વતંત્રતાની રક્ષા કરી: બ્લિંકન
બ્લિંકને જણાવ્યું કે પ્રાઇસે યુએસ સરકારને વિશ્વભરમાં પ્રેસ સ્વતંત્રતા ના રક્ષણ અને પ્રોત્સાહન માં મદદ કરી છે. તેમણે ઉમેર્યું કે પ્રાઇસ નું યોગદાન તેમની સેવા પછી લાંબા સમય સુધી વિભાગને લાભ કરતું રહેશે. સ્ટેટ ડિપાર્ટમેન્ટને કવર કરનારા એસોસિયેશન ઓફ કોરસપોન્ડન્ટ ના પ્રમુખ શૉન ટંડને એક નિવેદનમાં જણાવ્યું કે પ્રેસ કોર અમેરિકન મુત્સદ્દીગીરીના એક મહત્વપૂર્ણ સ્તંભ – દૈનિક પ્રેસ બ્રીફિંગને પુનઃસ્થાપિત કરવા માટે પ્રાઇસને સલામ કરે છે.
આ સમાચાર પણ વાંચો : IND Vs AUS: PM મોદીએ રોહિત શર્માને કેપ સોંપી, ત્યારબાદ કર્યું એવું કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સહિત સ્ટીવ સ્મિથ થઈ ગયા ખુશ
તેમણે કહ્યું કે તેમની નિમણૂકથી, નેડ પ્રાઈસે સ્પષ્ટ કર્યું કે નિયમિત, નક્કર અને સંપૂર્ણ બ્રીફિંગ્સ એ પ્રાથમિકતા છે અને તેઓ તેમના શબ્દો પર ખરા ઉતર્યા. ટંડને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાંથી યુએસની વાપસી સહિતના વિવિધ વિષયો પર તેમને કઠિન પ્રશ્નોનો સામનો કરવો પડશે તે જાણતા હોવા છતાં પણ તેઓ તેમના શબ્દો પર ખરા રહ્યા.
Join Our WhatsApp Community