News Continuous Bureau | Mumbai
International Women’s Day: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ દ્વારા મેળવેલી સિદ્ધિઓને પ્રકાશિત કરવા અને લિંગ અસમાનતાને ઝડપથી દૂર કરવાના હેતુથી દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ભારત સહિત સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓએ પોતાની સફળતાનો ઝંડો લહેરાવ્યો છે. આવી સ્થિતિમાં, આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર, ચાલો જાણીએ ભારતની તે મહિલાઓ વિશે જેમણે કોર્પોરેટ જગતમાં સફળતાનો નવો અધ્યાય લખ્યો છે અને વિશ્વની કેટલીક મોટી કંપનીઓનું નેતૃત્વ કરી રહી છે.
લીના નાયર
લીના નાયર ફ્રેન્ચ લક્ઝરી ગ્રુપ ચેનલની સીઈઓ છે. XLRI જમશેદપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી લીના નાયર 1992માં યુનિલિવરની ભારતની સબસિડિયરી HUL માં જોડાયા હતા. લીનાએ લગભગ 30 વર્ષ સુધી HUL માં કામ કર્યું. લીના HUL ની પ્રથમ મહિલા અને સૌથી યુવા ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર પણ રહી છે. ફેશન પાવરહાઉસ ચેનલ માં જોડાવા માટે લીના નાયરે વર્ષ 2021માં HUL છોડવાનો નિર્ણય લીધો હતો.
કિરણ મઝુમદાર શો
કિરણ મઝુમદાર શૉ ભારત સહિત વિશ્વભરની મહિલાઓ માટે એક ઉદાહરણ છે. ભારત સિવાય કિરણ ની ગણતરી આખી દુનિયાની સૌથી પ્રભાવશાળી મહિલા વ્યક્તિત્વની યાદીમાં થાય છે. કિરણ મઝુમદાર-શો બેંગ્લુરુ સ્થિત બાયોટેકનોલોજી ફર્મ બાયોકોનના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ચેરપર્સન છે. આ ઉપરાંત, કિરણ મઝુમદાર શૉ પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિક, પરોપકારી, સૌથી ધનિક મહિલાઓમાંની એક અને સક્રિય ટ્વિટર વપરાશકર્તા તરીકે ઓળખાય છે.
આ સમાચાર પણ વાંચો: વિશ્વના સૌથી ધનાઢ્ય વક્તિઓમાના એક બિલ ગેટ્સ બની ગયા ‘રિક્ષા ડ્રાઇવર’, મહિન્દ્રા ટ્રાયો પર અજમાવ્યો હાથ, જુઓ વિડિયો..
ફાલ્ગુની નાયર
ફાલ્ગુની નાયર ભારતની સૌથી ધનિક મહિલાઓમાંની એક છે. ફાલ્ગુની નાયર ઓનલાઇન શોપિંગ ફેશન બ્રાન્ડ નાયકાના સ્થાપક અને સીઈઓ છે. તમને જણાવી દઈએ કે Nykaa સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થનારી પહેલી આવી યુનિકોર્ન કંપની છે, જેનું નેતૃત્વ એક મહિલા કરી રહી છે. ફાલ્ગુનીએ 50 વર્ષની ઉંમરે પોતાની 2 મિલિયન મૂડી સાથે નાયકા શરૂ કરી હતી. નાયકા શરૂ કરવા માટે, ફાલ્ગુનીએ કોટક મહિન્દ્રા કેપિટલના મેનેજિંગ ડિરેક્ટર ના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
દેવિકા બુલચંદાની
દેવિકા બુલચંદાણી ઓગિલવીના ગ્લોબલ સીઈઓ છે. દેવિકા બુલચંદાની વૈશ્વિક જાહેરાત એજન્સી ઓગિલવીની સીઈઓ બનનાર પ્રથમ ભારતીય મહિલા છે. દેવિકા બુલચંદાનીએ ફિયરલેસ ગર્લ નામનું અભિયાન શરૂ કર્યું. જે અંતર્ગત અમેરિકન વોલ સ્ટ્રીટના પ્રતીક એવા ચાર્જિંગ બુલની પ્રતિમાની સામે એક યુવતીની પ્રતિમા બનાવવામાં આવી હતી.
રેવતી અદ્વૈતિ
રેવતી અદ્વૈતી ફ્લેક્સના CEO તરીકે કામ કરી રહી છે. રેવતી અદ્વૈતિ બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ (BITS)ની ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે. રેવતીએ તેની કારકિર્દીની શરૂઆત ઈટનમાં શોપ ફ્લોર સુપરવાઇઝર તરીકે કરી હતી.