News Continuous Bureau | Mumbai
ઈરાન(iran)માં ચાલી રહેલી હિજાબ વિરોધી ચળવળે નવો વળાંક લીધો છે. ઈરાનમાં ઈસ્લામીકરણ અને કટ્ટરપંથી વિરુદ્ધ રસ્તા પર ઉતરેલી મુસ્લિમ મહિલાઓ હવે મૌલવીઓ અને મુફ્તીઓ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. આ મહિલાઓ ભરરસ્તે ધર્માંધતાનો પાઠ ભણાવનાર મુસ્લિમ ધર્મગુરુઓના માથા પરની પાઘડીઓ અને ટોપીઓ ઉડાડી રહી છે.
This is the best one👍…
Iran….. pic.twitter.com/55NoyDGbZE
— Fazila Baloch🌺☀️ (@IFazilaBaloch) November 2, 2022
એક મહિનાથી હિજાબ વિરોધી આંદોલન
17 સપ્ટેમ્બરના રોજ પોલીસ કસ્ટડીમાં 22 વર્ષીય મહેસા અમીનીનું મૃત્યુ થયું ત્યારથી, ઈરાનમાં હિજાબ વિરુદ્ધ(Iran Hijab Row) વિરોધ વ્યાપકપણે થઈ રહ્યો છે. ઈરાનમાં હિજાબથી છૂટકારો મેળવવા માટે મુસ્લિમ મહિલાઓએ એક મહિનાથી વિરોધ શરૂ કર્યો છે. આ આંદોલન(Protest)માં અત્યાર સુધીમાં સેંકડો દેખાવકારો માર્યા ગયા છે. આ આંદોલનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યા છે. દરેક જગ્યાએ મુસ્લિમ મહિલાઓ હિજાબનો વિરોધ કરી રહી છે. પોલીસ આ આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કરે છે, પરંતુ સફળતા મળી નથી. હવે ઇરાનની યુવતીઓએ ઇમામના માથા પરની ટોપી ઉડાડી દેવાનું અનોખું આંદોલન શરૂ કર્યું છે.
આ સમાચાર પણ વાંચો: ડિપ્રેશનના કારણે આ સ્ટાર્સે ટીવીની દુનિયાને કહ્યું અલવિદા, અનુપમાનું નામ પણ છે યાદીમાં…