Site icon News Continuous Bureau | Mumbai

Iran Protest: ઈરાનમાં લોહીની નદીઓ વહી, ખામનેઈના આદેશ બાદ પ્રદર્શનકારીઓ પર અંધાધુંધ ફાયરિંગ, અત્યારસુધી થયા આટલા લોકોના કરુણ મોત

મોંઘવારી અને આર્થિક બદહાલી સામે રસ્તા પર ઉતરેલા યુવાનો પર મશીનગનથી કરાયો હુમલો, ટ્રમ્પની ધમકી બાદ પણ ઈરાન સરકારે અપનાવ્યું કડક વલણ.

Iran Protest ઈરાનમાં લોહીની નદીઓ વહી, ખામનેઈ

Iran Protest ઈરાનમાં લોહીની નદીઓ વહી, ખામનેઈ

News Continuous Bureau | Mumbai

Iran Protest  ઈરાનમાં મોંઘવારી અને પડી ભાંગેલા અર્થતંત્ર સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ હવે અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. તેહરાન સહિત સમગ્ર ઈરાનમાં લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ આક્રોશને ડામવા માટે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામનેઈએ પ્રદર્શનકારીઓ પર સીધી ગોળીબાર કરવાનો આદેશ આપ્યો છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 217 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.

Join Our WhatsApp Channel

હોસ્પિટલના અહેવાલોએ દુનિયાને હચમચાવી દીધી

રાજધાની તેહરાનના એક સ્થાનિક ડોક્ટરે નામ ન આપવાની શરતે જણાવ્યું કે શહેરની માત્ર છ હોસ્પિટલોમાં જ 217 પ્રદર્શનકારીઓના મોત નોંધાયા છે. મૃતકોમાં મોટાભાગના યુવાનો છે. ઉત્તરી તેહરાનમાં એક પોલીસ સ્ટેશન બહાર સુરક્ષા દળોએ મશીનગનથી અંધાધુંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં અનેક લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જોકે, હ્યુમન રાઈટ્સ એજન્સીઓ અત્યારે સાવચેતીપૂર્વક ઓળખાયેલા પીડિતોની સંખ્યા જણાવી રહી છે, પરંતુ વાસ્તવિક આંકડો ઘણો મોટો હોવાની આશંકા છે.

ટ્રમ્પની ચેતવણીને ઈરાને ફગાવી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા જ ચેતવણી આપી હતી કે જો ઈરાન સરકાર શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓની હત્યા કરશે તો તેને ભારે પરિણામ ભોગવવા પડશે. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું હતું કે, “અમે તૈયાર છીએ, અમે ઈરાનના લોકોને બચાવવા આવીશું.” આમ છતાં, ઈરાને દેશભરમાં ઇન્ટરનેટ અને ફોન કનેક્શન બંધ કરીને હિંસક કાર્યવાહી ચાલુ રાખી છે. ટ્રમ્પની ધમકી છતાં ખામનેઈએ પીછેહઠ કરવાનો ઇનકાર કર્યો છે, જેનાથી બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai demography change: સાવધાન! મુંબઈની ડેમોગ્રાફી બદલવાનું સુનિયોજિત કાવતરું? વિકાસ કે વોટબેંકની આંધળી દોટ?

‘ગોળી લાગે તો ફરિયાદ ન કરતા’ – સરકારની ક્રૂર ચેતવણી

ઈરાન સરકારે હવે પ્રદર્શનકારીઓને ફાંસીની સજા આપવાની પણ જાહેરાત કરી છે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના એક અધિકારીએ સરકારી ટેલિવિઝન પર માતા-પિતાને ચેતવણી આપતા કહ્યું કે, “તમારા બાળકોને પ્રદર્શનોથી દૂર રાખો, જો ગોળી લાગી જાય તો પછી ફરિયાદ કરતા નહીં.” ઈરાનના 31 પ્રાંતોમાં આ પ્રદર્શન ફેલાઈ ચૂક્યું છે. ખામનેઈએ ટ્રમ્પ પર વળતો હુમલો કરતા કહ્યું કે ઈસ્લામિક ગણરાજ્ય ટ્રમ્પને ખુશ કરવા માંગતા ‘ઉપદ્રવીઓ’ સામે ક્યારેય ઝૂકશે નહીં.

  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
 COP31 Climate Summit Collapse – ઈતિહાસની સૌથી લાંબી UN ક્લાઈમેટ સમિટ કરાર વિના રદ, વૈશ્વિક નેતાઓ વચ્ચે તીવ્ર મતભેદ 
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Nepal PM Balendra Shah Delhi Visit – રાષ્ટ્રપતિ ભવનમાં નેપાળના PM બાલેન્દ્ર શાહનું ભવ્ય સ્વાગત, વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત 
Exit mobile version