કંગાળ પાકિસ્તાન પર આવ્યું વધુ એક સંકટ, આ પાડોશી દેશે આપી 4 લાખ કરોડનો દંડ લગાવવાની ધમકી.

હવે પાડોશી દેશ ઈરાને પાકિસ્તાન પર 4 લાખ કરોડનો જંગી દંડ લગાવવાની ધમકી આપી છે. પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં સરકાર ચલાવી રહેલ તાલિબાન પણ પાકિસ્તાનને સતત ધમકીઓ આપી રહ્યું છે

by Dr. Mayur Parikh
Iran threatens Pakistan with 18bn dollar penalty for delay in pipeline project

News Continuous Bureau | Mumbai

આ દિવસોમાં પાકિસ્તાન મોંઘવારી, ગરીબી અને દુષ્કાળ સામે ઝઝૂમી રહ્યું છે. ઘણા રાજ્યોમાં, સામાન્ય જનતા રોટલી, દાળ અને વીજળી માટે તરસી રહી છે. ઘણા વિસ્તારોમાં ઘઉંની અછત છે અને લોકોને ખાવા માટે લોટ પણ મળતો નથી. કોઈ દેશ મદદ કરવા તૈયાર નથી, પાકિસ્તાનના વાળા પ્રધાન શાહબાઝ શરીફ ફરીફરીને મદદની ભીખ માંગી રહ્યા છે. મોંઘવારી આસમાને છે અને લોકોના ખાવાને અનાજ નથી ત્યારે આ મોંઘવારી અને દુષ્કાળના ખરાબ સમયમાં હવે પાડોશી દેશ ઈરાને પાકિસ્તાન પર 4 લાખ કરોડનો જંગી દંડ લગાવવાની ધમકી આપી છે. પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં સરકાર ચલાવી રહેલ તાલિબાન પણ પાકિસ્તાનને સતત ધમકીઓ આપી રહ્યું છે. એટલે કે આ દિવસોમાં પાકિસ્તાન આંતરિક અને બાહ્ય સમસ્યાઓથી ઘેરાયેલું છે.

ઈરાને પાકિસ્તાન પર 18 અબજ ડોલર એટલે કે લગભગ 4 લાખ કરોડ રૂપિયાનો દંડ લગાવવાની ધમકી આપી છે. મામલો ગેસ પાઇપલાઇનનો છે. હકીકતમાં વર્ષ 2009માં જ્યારે આસિફ અલી ઝરદારીની પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સરકાર હતી, ત્યારે પાકિસ્તાન સરકાર અને ઈરાન સરકાર વચ્ચે ગેસ પાઈપલાઈન નાખવા માટે સમજૂતી થઈ હતી. આ કરાર હેઠળ પાકિસ્તાનમાં 800 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવાની હતી. આ પછી ઈરાન ગેસ સપ્લાય કરતું હતું.

અમેરિકાની આડ લઈ રહ્યું છે પાકિસ્તાન

ગેસ પાઇપલાઇનનો આ પ્રોજેક્ટ છેલ્લા 14 વર્ષથી અટવાયેલો છે. પાકિસ્તાનનું કહેવું છે કે અમેરિકા દ્વારા ઈરાન પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે આ પ્રોજેક્ટ અટકી પડ્યો છે. બીજી તરફ ઈરાને તેની સરહદના ભાગમાં પાઈપલાઈન નાંખી દીધી છે. પાકિસ્તાનનું કહેવું છે કે તે પાઈપલાઈન નાખવા માટે તૈયાર છે પરંતુ અમેરિકા તેને મંજૂરી નથી આપી રહ્યું. તેનાથી પરેશાન થઈને હવે તે દંડ ફટકારવાની ધમકી આપી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : આસારામ જેલમાં છે, તો હવે 53 વર્ષ જૂના સામ્રાજ્ય, કરોડોના આશ્રમનું સંચાલન કરે છે કોણ ?

ઈરાને પાકિસ્તાનને 2024 સુધીનો સમય આપ્યો છે. તે પછી પણ જો પાઈપલાઈન નહીં નાખવામાં આવે તો ઈરાન દંડ ફટકારશે. પાકિસ્તાનની વર્તમાન આર્થિક સ્થિતિને જોતા એવું કહી શકાય કે તે 2024 કે 2040માં પણ આવા કોઈ પ્રોજેક્ટમાં પોતાના પૈસા ખર્ચવાનું વિચારશે નહીં. કદાચ આ જ કારણ છે કે જે પાકિસ્તાન પરમાણુ કાર્યક્રમ અને હથિયારો પાછળ અઢળક નાણાં ખર્ચે છે તે ગેસ પાઇપલાઇન નથી બિછાવી રહ્યું.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More