News Continuous Bureau | Mumbai
ઈરાનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઈરાનના એક શહેરમાં છોકરીઓને શાળાએ જતી રોકવા માટે સેંકડો છોકરીઓને ઝેર આપવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઈરાનના એક મંત્રીએ આ વાતનો ખુલાસો કર્યો છે. મંત્રીએ કહ્યું કે પવિત્ર શહેર કોમ સહિત ઘણા વિસ્તારોમાં છોકરીઓની શાળાઓ બંધ કરવા દબાણ કરવા માટે કેટલાક લોકો દ્વારા સેંકડો વિદ્યાર્થીનીઓને ઝેર આપવામાં આવ્યું હતું. ઝેર કેમિકલ કમ્પાઉન્ડના રૂપમાં આપવામાં આવ્યું હતું અને હજુ સુધી આ મામલે કોઈ ધરપકડ કરવામાં આવી નથી. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.
સ્કૂલો બંધ કરવા વિદ્યાર્થિનીઓને ઝેર આપ્યું
ગયા વર્ષે નવેમ્બરથી, કોમ શહેરમાં શાળાની છોકરીઓના શરીરમાં ઝેરની પુષ્ટિ થઈ હતી, જેમાંથી ઘણીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. રવિવારે ઈરાનના નાયબ સ્વાસ્થ્ય મંત્રી યુનુસ પનાહીએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. ઈરાનના સ્થાનિક મીડિયા અનુસાર, કોમની શાળાઓમાં ઘણી વિદ્યાર્થીનીઓને ઝેર આપવામાં આવ્યું હતું. કેટલાક ઇચ્છતા હતા કે તમામ શાળાઓ, ખાસ કરીને કન્યા શાળાઓ બંધ કરવામાં આવે. જો કે ઈરાનના મંત્રી પનાહીએ આ મામલે વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે. હાલમાં ઈરાન સરકાર આ મામલે તપાસ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : અદાણી ગ્રુપના હાલ-બેહાલ, કંપનીઓના શેર 80 ટકા સુધી તુટ્યા, હવે રોકાણકારોનો વિશ્વાસ જીતવા કરશે આ કામ…
4 શહેરોની 14 સ્કૂલોની વિદ્યાર્થિનીઓને નિશાન બનાવી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાનના ચાર શહેરોની 14 સ્કૂલોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને નિશાન બનાવવામાં આવી હતી. તેમાં ઉત્તર-પશ્ચિમ શહેર આર્દેબિલ, રાજધાની તેહરાન, પશ્ચિમી શહેર બોરોજર્દ અને કોમ શહેરનો સમાવેશ થાય છે. કોમ શહેરને ઈરાનનું પવિત્ર, ખૂબ જ રૂઢિચુસ્ત અને ધાર્મિક કટ્ટર શહેર માનવામાં આવે છે. દેશના મોટાભાગના નેતાઓ અને રાષ્ટ્રપતિઓએ તેમનું ધાર્મિક શિક્ષણ કોમ શહેરમાંથી લીધું છે. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા, જેમાં કેટલાક નારાજ સંબંધીઓ શૈક્ષણિક સંસ્થાઓની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.
Join Our WhatsApp Community