Site icon News Continuous Bureau | Mumbai

Israel Hezbollah Tension: પેજર બ્લાસ્ટ બાદ કતાર એરવેઝ એલર્ટ.. એરક્રાફ્ટમાં આ ગેજેટ્સ લઈ જવા પર મુક્યો પ્રતિબંધ,

Israel Hezbollah Tension: હિઝબુલ્લાહે 17 સપ્ટેમ્બરે લેબનોનમાં પેજર અને વોકી ટોકીઝના વિસ્ફોટ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે. ઇઝરાયેલ 2023 થી હમાસ અને હિઝબુલ્લાહ સાથે યુદ્ધ લડી રહ્યું છે. દરમિયાન, ઇઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લાહ લડવૈયાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા પેજરને બ્લાસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા છે.

Israel Hezbollah Tension Airline bans pagers, walkie-talkies after devices explode across Lebanon

Israel Hezbollah Tension Airline bans pagers, walkie-talkies after devices explode across Lebanon

News Continuous Bureau | Mumbai 

Israel Hezbollah Tension:  લેબનોનમાં પેજર અને વોકી-ટોકીમાં થયેલા વિસ્ફોટ બાદ કતારે મોટો નિર્ણય લીધો છે. કતાર એરવેઝે લેબનોનથી ઉડતા તમામ મુસાફરોને પેજર અને વોકી-ટોકી લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે.  લેબનોનમાં પેજર અને વોકી-ટોકીમાં થયેલા હજારો વિસ્ફોટોએ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. આ વિસ્ફોટોમાં 32 લોકોના મોત થયા છે, જ્યારે 2800થી વધુ લોકો ઘાયલ થયા છે.

Join Our WhatsApp Channel

હકીકતમાં, મંગળવાર, 17 સપ્ટેમ્બરના રોજ, લેબનોનમાં ઘણી જગ્યાએ પેજર ફાટયા હતા. આ વિસ્ફોટોમાં એક બાળક સહિત 12 લોકો માર્યા ગયા હતા. બીજા દિવસે, બુધવાર, 18મી સપ્ટેમ્બરે, વોકી-ટોકી ઉપકરણોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા.

Israel Hezbollah Tension:  મુસાફરોને પેજર અને વોકી-ટોકી લઇ જવા પર પ્રતિબંધ 

કતાર એરવેઝે કહ્યું કે પ્રતિબંધ કેરી-ઓન લગેજ પર પણ લાગુ પડે છે. કતાર એરવેઝના એક નિવેદન અનુસાર, લેબનોનના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનની સૂચનાને પગલે, બેરૂત રફિક હેરિલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉડતા તમામ મુસાફરોને પેજર અને વોકી-ટોકી લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ગઈકાલ સુધી આ હુમલામાં 42 લોકોના મોત થયા છે, જ્યારે 4500થી વધુ લોકો ઘાયલ થયા છે.

Israel Hezbollah Tension:  સોલર સિસ્ટમમાં પણ વિસ્ફોટ

લેબનોનની રાજધાની બેરૂતના ઘણા વિસ્તારોમાં સોલાર સિસ્ટમમાં વિસ્ફોટના અહેવાલો પણ મળ્યા હતા. આમાંથી એક વિસ્ફોટ હિઝબુલ્લાહ સાંસદ અલી અમ્મરના પુત્રના અંતિમ સંસ્કાર દરમિયાન થયો હતો. 17 સપ્ટેમ્બરે પેજરમાં થયેલા બ્લાસ્ટમાં તેનું મોત થયું હતું. લેબનોનમાં હિઝબોલ્લાહ લડવૈયાઓ એકબીજા સાથે વાતચીત કરવા માટે આ વોકી-ટોકીનો ઉપયોગ કરે છે.

આ સમાચાર પણ વાંચો : Tirupati Laddu row: તિરુપતિ લાડુ વિવાદ પર સ્વાસ્થ્ય મંત્રી નડ્ડાનું મોટું નિવેદન;કહ્યું- CM નાયડુ સાથે વાત કરી, FSSAI કરશે તપાસ…

Israel Hezbollah Tension:  ઈઝરાયેલ જવાબદાર?

હિઝબુલ્લાએ લેબનોનમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટો માટે ઈઝરાયેલને જવાબદાર ગણાવ્યું છે. જો કે, હજુ સુધી ઇઝરાયેલે લેબેનોનમાં થયેલા બંને વિસ્ફોટો પર કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરી નથી. મળતી માહિતી મુજબ, આજે હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહ તેના લડવૈયાઓને સંબોધિત કરશે અને આગળની યોજનાઓ પર પણ વિચાર કરી શકે છે.

 

 

  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
 COP31 Climate Summit Collapse – ઈતિહાસની સૌથી લાંબી UN ક્લાઈમેટ સમિટ કરાર વિના રદ, વૈશ્વિક નેતાઓ વચ્ચે તીવ્ર મતભેદ 
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Nepal PM Balendra Shah Delhi Visit – રાષ્ટ્રપતિ ભવનમાં નેપાળના PM બાલેન્દ્ર શાહનું ભવ્ય સ્વાગત, વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત 
Exit mobile version