News Continuous Bureau | Mumbai
અધ્યક્ષ મહોદય,
મેડમ વાઇસ પ્રેસિડન્ટ,
અમેરિકન કોંગ્રેસના અગ્રણી સભ્યો,
સન્નારીઓ અને સજ્જનો,
નમસ્કાર!
કોઈ પણ વ્યક્તિ કે દેશના વડા માટે અમેરિકન કોંગ્રેસને(US Congress) સંબોધન(Speech) કરવું હંમેશા મહાન સન્માન રહ્યું છે. વળી આ પ્રકારની તક બે વાર પ્રાપ્ત થાય એ અપવાદરૂપ અને ગર્વની બાબત છે. મને આ સન્માન આપવા માટે 1.4 અબજ ભારતીયો તરફથી હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. હું જોઉં છું કે તમારામાંથી લગભગ અડધોઅડધ વર્ષ 2016માં આ જ ગૃહમાં ઉપસ્થિત હતા. જૂનાં મિત્રો તરીકે હું તમારી ઉષ્માસભર લાગણી અનુભવી રહ્યો છું. હું બીજા અડધોઅડધ સભ્યોમાં નવી મૈત્રીનો ઉત્સાહ જોઈ શકું છું. હું સેનેટર હેરી રીડ, સેનેટર જોહન મેકકેઇન, સેનેટર ઓરિન હેચ, એલિજાહ ક્યુમ્મિંગ્સ, એલ્સી હેસ્ટિંગ્સ અને અન્ય સેનેટર્સને યાદ કરું છું, જેને હું વર્ષ 2016માં અહીં મળ્યો હતો, પરંતુ કમનસીબે અત્યારે આપણી વચ્ચે નથી.
અધ્યક્ષ મહોદય,
જ્યારે સાત વર્ષ અગાઉ જૂન મહિનામાં હેમિલ્ટને તમામ એવોર્ડ મેળવીને ઇતિહાસ સર્જી દીધો હતો, ત્યારે અહીં ઊભા રહીને મેં કહ્યું હતું કે, આપણા માટે ઇતિહાસનો ખચકાટ કે સંકોચ ભૂતકાળની બાબત બની ગઈ છે. જ્યારે અત્યારે આપણે એક વળાંકના યુગ પર છીએ, ત્યારે હું અહીં આ સદી માટે આપણી અપીલ કરી રહ્યો છું. જ્યારે આપણે લાંબા અને સફળ માર્ગ પર સફર કરી રહ્યાં છીએ, ત્યારે આપણે મૈત્રીની કસોટીમાં ખરાં ઉતરી રહ્યાં છીએ. હું સાત વર્ષ અગાઉ આવ્યો હતો એ પછી આ વર્ષોમાં દુનિયા ઘણી બદલાઈ ગઈ છે. પણ સાથે સાથે ઘણી બાબતો યથાવત રહી છે – જેમ કે ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ મૈત્રીપૂર્ણ સંબંધોની આપણી કટિબદ્ધતા. છેલ્લાં થોડાં વર્ષોમાં એઆઈ – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઘણી પ્રગતિ થઈ છે. સાથે સાથે અન્ય એક એઆઈ એટલે કે અમેરિકા અને ભારતનાં સંબંધોમાં પણ વધારે ઐતિહાસિક પ્રગતિ થઈ છે.
અધ્યક્ષ મહોદય અને ગૃહનાં સભ્યો,
લોકશાહીની સુંદરતા લોકો સાથે સતત જોડાયેલા રહેવામાં, તેમનાં અભિપ્રાયો સાંભળવામાં અને તેમની જરૂરિયાતો સમજવામાં રહેલી છે. ચોક્કસ, હું જાણું છું કે, આ માટે પુષ્કળ સમય, ઊર્જા, પ્રયાસ અને પ્રવાસની જરૂર છે. અત્યારે ગુરુવારની બપોર છે – તમારામાંથી કેટલાંક માટે બહાર નીકળવાનો દિવસ છે. એટલે તમે સમય ફાળવ્યો એ બદલ હું તમારો આભારી છું. હું એ પણ જાણું છું કે, મહિનાનાં અંતિમ સમયમાં તમે કેટલાં વ્યસ્ત હોવ છો.
એક જીવંત લોકશાહીનાં નાગરિક તરીકે હું એક બાબતનો સ્વીકાર કરી શકું છું કે અધ્યક્ષ મહોદય – તમે ખરેખર મુશ્કેલ કામગીરી અદા કરો છો! હું તમારી કામગીરીને ઉત્સાહ, સમજાવટ અને નીતિ સાથે સાંકળી શકું છું. હું વિચારો અને વિચારસરણીઓની ચર્ચાને પણ સમજી શકું છું. પણ આજે વિશ્વનાં બે મહાન લોકશાહી દેશો – ભારત અને અમેરિકા વચ્ચે સંબંધની ઉજવણી કરવા તમે એકમંચ પર આવ્યાં છો એ જોઈને મને આનંદ થાય છે. જ્યારે પણ તમને મજબૂત દ્વિપક્ષીય સર્વસંમતિની જરૂર હોય, ત્યારે મને મદદ કરવાની ખુશી છે. પોતાનાં દેશમાં વૈચારિક મતભેદો હોય, ભવિષ્યમાં પણ હશે અને હોવાં પણ જોઈએ. પરંતુ જ્યારે આપણે એક રાષ્ટ્ર માટે વાત કરીએ, ત્યારે આપણે એકમંચ પર આવવું જોઈએ, આપણી વચ્ચે એકતા હોવી જોઈએ. તમે દર્શાવ્યું છે કે તમે આ એકતા ઊભી કરી શકો છો. અભિનંદન!
અધ્યક્ષ મહોદય,
અમેરિકાનો(US) પાયો સમાન લોકો કે સમાનતા ધરાવતા રાષ્ટ્રની કલ્પનાથી પ્રેરિત હતો. તમારા ઇતિહાસમાં તમે દુનિયાભરનાં લોકોને અપનાવ્યાં છે. તમે અમેરિકન સ્વપ્નમાં તેમને સમાન ભાગીદાર બનાવ્યાં છે. અહીં લાખો લોકો છે, જેમનાં મૂળિયાં ભારતમાં છે. તેમાંથી કેટલાંક આ ગૃહમાં ગર્વ સાથે ઉપસ્થિત છે. એક મારી પાછળ છે, જેમણે ઇતિહાસ સર્જી દીધો છે! મને કહેવામાં આવ્યું છે કે, ગૃહમાં સમોસામંડળીની હવે ચર્ચા થાય છે. મને આશા છે કે, સમોસામંડળીમાં સભ્યોની સંખ્યા વધશે અને અહીં ભારતીય વાનગીઓની સંપૂર્ણ વિવિધતા આવશે. બે સદીથી વધારે સમયથી આપણે મહાન અમેરિકનો અને ભારતીયોનાં જીવનમાંથી એકબીજાને પ્રેરિત કરીએ છીએ. આપણે મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગને આદર આપીએ છીએ, તેમને વંદન કરીએ છીએ. આપણે સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય માટે કામ કરી ચૂકેલા અન્ય અનેક લોકોને પણ યાદ કરીએ છીએ. આજે હું તેમાંથી એકને હૃદયપૂર્વક વંદન પણ કરું છું – એ છે કોંગ્રેસના સભ્ય જૉહન લૂઇસ.
અધ્યક્ષ મહોદય,
લોકશાહી અમારા પવિત્ર અને સહિયારા મૂલ્યો પૈકીનું એક મૂલ્ય છે. આ મૂલ્યમાં લાંબા સમયથી પરિવર્તન થયું છે તથા તેણે વિવિધ સ્વરૂપો અને વ્યવસ્થાઓ હાંસલ કરી છે. જોકે ઇતિહાસમાં એક બાબત સ્પષ્ટ છે.
લોકશાહી સમાનતા અને ગરિમાને ટેકો આપતી ભાવના છે.
લોકશાહી ચર્ચાવિચારણાને આવકારતો વિચાર છે.
લોકશાહી વિચારો અને અભિવ્યક્તિને પાંખો આપતી સંસ્કૃતિ છે.
ભારત પર શાશ્વત સમયથી આ પ્રકારનાં મૂલ્યોની કૃપા રહી છે.
લોકશાહીની ભાવનાનાં સંવર્ધનમાં ભારત લોકશાહીની જનની છે.
સદીઓ અગાઉ અમારા સૌથી જૂનાં ધર્મગ્રંથોમાં કહેવાયું હતું કે,
‘एकम् सत् विप्रा बहुधा वदन्ति’.
એનો અર્થ છે – સત્ય એક છે, પણ જ્ઞાનીઓ એને જુદી જુદી રીતે વ્યક્ત કરે છે.
અત્યારે અમેરિકા સૌથી જૂનો અને ભારત સૌથી મોટો લોકશાહી દેશ છે.
આપણી ભાગીદારી લોકશાહીનાં ભવિષ્ય માટે શુભ સંકેત છે.
ખભેખભો મિલાવીને આપણે દુનિયાને ઉજ્જવળ ભવિષ્ય અને ભવિષ્યને ઉજ્જવળ દુનિયાની ભેટ ધરીશું.
અધ્યક્ષ મહોદય,
ગયા વર્ષે ભારતે પોતાની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. દરેક સીમાચિહ્ન મહત્વપૂર્ણ છે, પણ આ સીમાચિહ્ન અતિ વિશિષ્ટ હતું. અમે એક સ્વરૂપ કે બીજા સ્વરૂપે વિદેશી શાસનના એક હજાર વર્ષ પછી આઝાદીના 75 વર્ષની મહત્વપૂર્ણ સફરની ઉજવણી કરી હતી. આ લોકશાહીની ઉજવણી હોવાની સાથે અમારાં દેશની વિવિધતાની પણ ઉજવણી હતી. અમારા દેશનું હાર્દ બંધારણની સાથે સામાજિક સશક્તિકરણ છે. અમારા સ્પર્ધાત્મક અને સહકારી સંઘવાદની સાથે અમારાં જીવનનું કેન્દ્ર છે – એકતા અને અખંડિતતા.
અમારા દેશમાં 2500 રાજકીય પક્ષો છે. હા, મારી વાત સાચી છે – બે હજાર પાંચસો પક્ષ. આશરે 20 અલગ-અલગ રાજકીય પક્ષો ભારતનાં વિવિધ રાજ્યોમાં શાસન કરે છે. અમે સત્તાવાર 22 ભાષાઓ અને હજારો બોલીઓ ધરાવીએ છીએ અને છતાં અમે એકસૂરે બોલીએ છીએ. દર સો માઇલે અમારી વાનગી બદલાઈ જાય છે. ડોસાથી લઈને આલૂ પરાઠા અને શ્રીખંડથી લઈને સંદેશ સુધી અમે અનેક વિવિધ અને વિશિષ્ટ વાનગીઓ ધરાવીએ છીએ. અમે આ તમામ પ્રકારની વિવિધતાને માણીએ છીએ. અમારા દેશમાં દુનિયાનાં તમામ ધર્મો અને સંપ્રદાયના લોકો વસે છે તથા અમે તમામનાં ઉત્સવો અને પ્રસંગોની ઉજવણી કરીએ છીએ. ભારતમાં વિવિધતા જીવનની એક સ્વાભાવિક રીત છે.
અત્યારે ભારતને લઈને દુનિયાની આતુરતામાં કે જિજ્ઞાસામાં વધારો થયો છે. હું જોઉં છું કે, આ ગૃહમાં પણ એ જિજ્ઞાસા જોવા મળે છે. અમને ગત દાયકામાં ભારતમાં અમેરિકન કોંગ્રેસના 100થી વધારે સભ્યોને આવકારવા પર ગર્વ છે. દરેક ભારતના વિકાસ, લોકશાહી અને વિવિધતાને સમજવા ઇચ્છે છે. દરેક જાણવા આતુર છે કે – ભારત કઈ કામગીરી કેવી રીતે કરે છે. મિત્રો વચ્ચે મને આ અંગે જાણકારી આપવાની ખુશી છે.
આ સમાચાર પણ વાંચો: ટેક્સી-રિક્ષા ચાલકો ઓવરચાર્જિંગ અને મીટર સાથે ચેડા કરવા બદલ નેટમાં; ટ્રાફિક પોલીસની સ્ટ્રાઈક એક્શન
અધ્યક્ષ મહોદય,
જ્યારે મેં પ્રધાનમંત્રી(Narendra Modi) તરીકે પહેલી વાર અમેરિકાની મુલાકાત લીધી હતી, ત્યારે ભારત દુનિયામાં દસમું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતો દેશ હતો. અત્યારે ભારત દુનિયામાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર ધરાવે છે. અમારું અર્થતંત્રનું કદ વધવાની સાથે અમે ઝડપથી વૃદ્ધિ કરી રહ્યાં છીએ. જ્યારે ભારતનો વિકાસ થાય છે, ત્યારે દુનિયાનો પણ વિકાસ થાય છે. છેવટે અમે દુનિયાની કુલ વસતીનો છઠ્ઠો ભાગ ધરાવીએ છીએ! જ્યારે ગત સદીમાં ભારતે પોતાની સ્વતંત્રતાની લડાઈમાં વિજય મેળવ્યો હતો, ત્યારે એમાંથી દુનિયાનાં ઘણાં દેશોને સંસ્થાનવાદી શાસનની ગુલામીની જીજંરોમાંથી પોતાને મુક્ત થવા પ્રેરણા મળી હતી. જ્યારે આ સદીમાં ભારત વૃદ્ધિમાં માપદંડો સ્થાપિત કરી રહ્યો છે, ત્યારે અમે દુનિયાનાં અનેક દેશોને આ માટે પ્રેરિત કરીશું. અમારું વિઝન છે – सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास. એનો અર્થ છેઃ બધાનાં પ્રયાસો અને વિશ્વાસ સાથે ખભેખભો મિલાવીને દરેકનો વિકાસ.
આ વિઝન ઝડપથી વ્યાપકપણે કેવી રીતે નક્કર કામગીરીમાં પરિવર્તિત થયું છે એ વિશે હું તમને જણાવું. અમે માળખાગત સુવિધાના વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છીએ. અમે 150 મિલિયનથી વધારે લોકોને છત પૂરી પાડવા આશરે 40 મિલિયન ઘરો પ્રદાન કરી રહ્યાં છીએ. એ ઓસ્ટ્રેલિયાની વસતીથી લગભગ છ ગણા છે! અમે રાષ્ટ્રીય આરોગ્ય વીમા કાર્યક્રમ હાથ ધર્યો છે, જે આશરે 500 મિલિયન લોકો માટે નિઃશુલ્ક તબીબી સારવાર સુનિશ્ચિત કરે છે. એ દક્ષિણ અમેરિકાની વસતીથી વધારે છે! અમે બેંકિંગની સુવિધાઓ એનાથી વંચિત લોકો સુધી પહોંચાડી છે અને આ રીતે દુનિયાનું સૌથી મોટું નાણાકીય સર્વસમાવેશક અભિયાન હાથ ધર્યું છે. એનાથી આશરે 500 મિલિયન લોકોને ફાયદો થયો છે.
આ ઉત્તર અમેરિકાની વસતીને સમકક્ષ છે! અમે ડિજિટલ ઇન્ડિયાનું નિર્માણ કરવા કામ કરી રહ્યાં છીએ. અત્યારે દેશમાં 850 મિલિયનથી વધારે સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટ યુઝર્સ છે. આ યુરોપની વસતીથી વધારે છે! અમે ભારતમાં કોવિડની રસીઓના 2.2 અબજ ડોઝ આપીને અમારાં નાગરિકોનું રક્ષણ કર્યું છે અને એ પણ નિઃશુલ્ક ધોરણે! હવે વધારે સરખામણી કરવા માટે કદાચ એક પણ ખંડ નથી, એટલે હું અહીં જ અટકી જઇશ!
પ્રતિષ્ઠિત સભ્યો,
અમારા વેદો દુનિયાના સૌથી જૂનાં ધર્મગ્રંથો પૈકીનાં એક છે. તેઓ માનવતાનો સૌથી મોટો ખજાનો છે, જેની રચના હજારો વર્ષ અગાઉ થઈ હતી. એ સમયે વેદોમાં ઘણાં શ્લોકોની રચના મહિલા ઋષિઓઓ કરી હતી. હાલ આધુનિક ભારતમાં મહિલાઓ અમને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી રહી છે. ભારતનું વિઝન મહિલાઓ માટે લાભદાયક વિકાસની સાથે મહિલાઓની આગેવાનીમાં વિકાસ કરવાનું છે, જેમાં મહિલાઓ પ્રગતિની સફરનું નેતૃત્વ કરે છે. જનજાતિય પૃષ્ઠભૂમિમાં પોતાનાં મૂળિયા ધરાવતાં એક મહિલા હાલ અમારા દેશમાં રાષ્ટ્રપતિ છે.
આશરે 1.5 મિલિયન (15 લાખ) ચૂંટાયેલી મહિલાઓ વિવિધ સ્તરે અમારું નેતૃત્વ કરે છે અને એ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં સામેલ છે. હાલ અમારા દેશમાં મહિલાઓ થલસેના, નૌકાદળ અને વાયુદળમાં સેવા આપી રહી છે. ભારત દુનિયામાં મહિલા એરલાઇન પાયલોટની સૌથી વધુ ટકાવારી પણ ધરાવે છે. અને તેમણે અમારા મંગળ અભિયાનનું નેતૃત્વ કરીને અમને મંગળ પર પણ અગ્રેસર કરી દીધા છે. મારું માનવું છે કે, કોઈ પણ કન્યાનાં જીવનનું ઉત્થાન કરવામાં રોકાણ કરવાથી સંપૂર્ણ પરિવારની પ્રગતિ થાય છે. મહિલાઓનું સશક્તિકરણ દેશમાં પરિવર્તન લાવે છે.
અધ્યક્ષ મહોદય,
ભારત એક પ્રાચીન રાષ્ટ્ર છે અને હાલ અમારા દેશની બહુમતી વસતી યુવા પેઢીની છે. ભારત પોતાની પરંપરાઓ માટે જગપ્રસિદ્ધ છે. સાથે સાથે યુવા પેઢી અમારા દેશને ટેકનોલોજીનું કેન્દ્ર પણ બનાવી રહી છે. ઇન્સ્ટા પર રચનાત્મક રીલ હોય કે રિયલ ટાઇમ પેમેન્ટની વાત હોય, કોડિંગ હોય અથવા ક્વોન્ટમ કમ્પ્યુટિંગ હોય, મશીન લર્નિંગ હોય કે મોબાઇલ એપ્સ હોય, ફિનટેક હોય કે ડેટા સાયન્સની વાત હોય – ભારતની યુવા પેઢીએ એક સમાજ અદ્યતન ટેકનોલોજી કેવી રીતે અપનાવી શકે છે એનું મહાન ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભારતમાં ટેકનોલોજીનો સંબંધ નવીનતા સાથે હોવા ઉપરાંત સર્વસમાવેશકતા સાથે પણ છે. જ્યારે અત્યારે વિવિધ પ્લેટફોર્મ લોકોનું અધિકારો અને ગરિમા સાથે સશક્તિકરણ કરે છે, ત્યારે તેમની ગોપનીયતા પણ જાળવે છે.
છેલ્લા નવ વર્ષોમાં, એક અબજ કરતાં વધુ લોકોએ તેમના બેંક ખાતા અને મોબાઇલ ફોન સાથે જોડાયેલ અનન્ય ડિજિટલ બાયોમેટ્રિક ઓળખ મેળવી છે. આ ડિજિટલ સાર્વજનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી અમને નાણાકીય સહાય ગણતરીની સેકન્ડોમાં જ નાગરિકો સુધી પહોંચાડવામાં મદદ મળી રહી છે. આઠસો પચાસ મિલિયન લોકો સીધા જ તેમના ખાતામાં લાભની નાણાકીય સહાય ટ્રાન્સફર દ્વારા મેળવે છે. વર્ષમાં ત્રણ વખત, સો મિલિયનથી વધુ ખેડૂતો માત્ર એક બટન ક્લિક કરવાથી તેમના બેંક ખાતામાં સહાય મેળવે છે. આવી ટ્રાન્સફર કરવામાં આવતી રકમનું મૂલ્ય ત્રણસો વીસ અબજ ડૉલરને ઓળંગી ગયું છે અને અમને આ પ્રક્રિયામાં પચીસ બિલિયન ડૉલરથી વધુની બચત થઇ શકી છે. જો તમે ભારતની મુલાકાત લો, તો તમે જોશો કે દરેક વ્યક્તિ ચુકવણી માટે ફોનનો ઉપયોગ કરી રહી છે, જેમાં શેરી વિક્રેતાઓ પણ સામેલ છે.
ગયા વર્ષે, વિશ્વમાં દરેક 100 વાસ્તવિક સમયમાં થતી ડિજિટલ ચુકવણીઓમાંથી, 46 ભારતમાં થઇ હતી. લગભગ ચાર લાખ માઇલના ઓપ્ટિકલ ફાઇબર કેબલ અને સસ્તા ડેટાના કારણે તકોની ક્રાંતિની શરૂઆત કરી છે. ખેડૂતો હવામાન અપડેટ્સ તપાસે છે, વડીલોને સામાજિક સુરક્ષા ચુકવણીઓ મળે છે, વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિનો ઉપયોગ કરે છે, ડૉક્ટરો ટેલી-મેડિસિન પહોંચાડે છે, માછીમારો માછલીઓ પકડવા માટેના ફિલ્ડને તપાસે છે તેમજ નાના વ્યવસાયોને તેમના ફોન પર માત્ર એક બટન ટૅપ કરવાથી લોન મળી રહી છે.
આ સમાચાર પણ વાંચો: Election 2024 : આગામી લોકસભા ચૂંટણીમાં મોદીને રોકવા કોંગ્રેસની તૈયારી, કોંગ્રેસ પહેલીવાર 400થી ઓછી બેઠકો પર ચૂંટણી લડશે?
અધ્યક્ષ મહોદય,
લોકશાહીની ભાવના, સમાવેશીતા અને ટકાઉપણું અમને પરિભાષિત કરે છે. તે વિશ્વ પ્રત્યેના અમારા દૃષ્ટિકોણને પણ આકાર આપે છે. ભારત, આપણી પૃથ્વી વિશે જવાબદાર રહેવાની સાથે સાથે વિકાસ કરે છે.
અમે માનીએ છીએ કે:
माता भूमि: पुत्रो अहं पृथिव्या:
આનો મતલબ છે કે – “પૃથ્વી આપણી માતા છે અને આપણે તેનાં સંતાનો છીએ.”
ભારતની સંસ્કૃતિ પર્યાવરણ અને આપણા ગ્રહ પ્રત્યે ઊંડો આદર રાખે છે. સૌથી ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થા બનવાની સાથે સાથે, અમે અમારી સૌર ક્ષમતામાં બે હજાર ત્રણસો ટકાનો વધારો કર્યો છે! હા, તમે બરાબર સાંભળ્યું છે – બે હજાર ત્રણસો ટકા!
અમે એકમાત્ર એવો G20 દેશ બન્યા છીએ જેણે પોતાની પેરિસ પ્રતિબદ્ધતાને પૂર્ણ કરી છે. અમે 2030 માટે નક્કી કરવામાં આવેલા લક્ષ્યાંક કરતાં નવ વર્ષ વહેલાં અમારા ઊર્જા સ્રોતોના ચાલીસ ટકાથી વધુ હિસ્સો અક્ષય ઊર્જાના સ્રોતોમાંથી બનાવ્યો છે. પરંતુ અમે અહીં અટકી ગયા નથી. ગ્લાસગો શિખર સંમેલનમાં, મેં મિશન LiFE – પર્યાવરણ માટે જીવનશૈલીનો પ્રસ્તાવ મૂક્યો હતો. ટકાઉપણાને સાચું જન અભિયાન બનાવવાનો આ એક માર્ગ છે. તેને માત્ર સરકારોનું કામ ન ગણાવીને તેમના પર ન છોડશો.
સમજી-વિચારીને પસંદગી કરવાથી, દરેક વ્યક્તિ સકારાત્મક અસર ઊભી કરી શકે છે. સ્થિરતાને જન આંદોલન બનાવવાથી વિશ્વને નેટ ઝીરોનાં લક્ષ્ય સુધી ઝડપથી પહોંચવામાં મદદ મળી શકશે. અમારું વિઝન પ્રો-પ્લેનેટ પ્રોગ્રેસ (ગ્રહ તરફી પ્રગતિ) છે. અમારું વિઝન પ્રો-પ્લેનેટ પ્રોસ્પરિટી (ગ્રહ તરફી સમૃદ્ધિ) છે. અમારું વિઝન પ્રો-પ્લેનેટ પીપલ (ગ્રહ તરફી લોકો) છે.
અધ્યક્ષ મહોદય,
અમે વસુધૈવ કુટુંબકમ્ એટલે કે ‘વિશ્વ એક પરિવાર છે’ તેવી ભાવના સાથે જીવીએ છીએ. વિશ્વ સાથે અમારું જોડાણ સૌના ફાયદા માટે છે. “એક સૂર્ય, એક વિશ્વ, એક ગ્રીડ” વિશ્વને સ્વચ્છ ઊર્જા સાથે જોડવા માટે આપણને સૌને એકબીજા સાથે જોડાવાની ઇચ્છા રાખે છે. “એક પૃથ્વી, એક આરોગ્ય” એ પ્રાણીઓ અને વનસ્પતિઓ સહિત દરેક માટે ગુણવત્તાપૂર્ણ આરોગ્ય સંભાળ લાવવા માટે વૈશ્વિક પગલાંની માટેની દૂરંદેશી છે.
આવી જ ભાવના જ્યારે અમે G20ની અધ્યક્ષતા કરી રહ્યાં છીએ ત્યારે તેની થીમમાં પણ જોવા મળે છે,
આ સમાચાર પણ વાંચો: અમદાવાદ: ‘આદિપુરુષ’ ફિલ્મના વિવાદ વચ્ચે કથાકાર મોરારિ બાપુએ આપ્યુ મહત્ત્વનું નિવેદન, કહ્યું- નાટક કે ફિલ્મ બનાવતા પહેલા…