Site icon News Continuous Bureau | Mumbai

રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિવ પર મિસાઇલથી કર્યો હુમલો, રહેણાંક ઇમારતને થયું ભારે નુકસાન; જુઓ વિડીયો જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Channel

શનિવાર,

યુક્રેન પર રશિયાના હુમલાના ત્રીજા દિવસે બંને પક્ષો વચ્ચે ભીષણ લડાઈ ચાલી રહી છે. દરમિયાન, સમાચાર છે કે રશિયન સેના સતત રાજધાની કિવ તરફ આગળ વધી રહી છે. હુમલાના ત્રીજા દિવસે રશિયાએ કિવ પર મિસાઈલ વડે હુમલો કર્યો હતો. વિસ્ફોટના કારણે ઘણી રહેણાંક ઇમારતોને મોટું નુકસાન થયું હતું. રશિયન સૈન્યએ આજે કીવ શહેરના દક્ષિણ અને પશ્વિમ વિસ્તારમાં રશિયાએ મિસાઇલથી હુમલો કર્યો હતો. જેમાંથી એક મિસાઇલ એક Zhulyany એરપોર્ટ પાસે પડી હતી જ્યારે બીજી મિસાઇલ રહેણાંક વિસ્તારમાં આવેલી એક ઇમારત સાથે ટકરાઈ હતી. મિસાઈલ હુમલા બાદ તરત જ એક મોટી ઈમારત ધુમાડા અને કાટમાળથી ઘેરાઈ ગઈ હતી. 

વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેજ ગતિએ આવી રહેલી મિસાઈલ આખી ઈમારતને ઘેરી લે છે. જોરદાર અવાજ સાથે, રશિયન શસ્ત્રોએ ઇમારતનો નાશ કર્યો. જોકે આ હુમલામાં કેટલા લોકોના મોત થયા છે તેને લઇને કોઇ જાણકારી આવી નથી. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે રશિયન સેના હવા અને સમુદ્રમાંથી ક્રુઝ મિસાઈલોથી હુમલો કરી રહી છે.

રશિયાના સૈનિકો સાથે લડી યુક્રેનની મહિલા, સૈનિકોને આપી આ ચેતવણી… જુઓ વિડિયો…
 

China Pakistan Proxy Strategy ચીનનું ષડયંત્ર ખુલ્લું પડ્યું, ભારત સામે લડવા પાકિસ્તાનનો ‘મહોરા’ તરીકે ઉપયોગ કરતું હોવાનો US રિપોર્ટમાં દાવો
Saudi Arabia Missile Attack સાઉદી અરેબિયા પર હૂતી બળવાખોરોના હુમલાનો પ્રયાસ નિષ્ફળ, રિયાધ તરફ આવતી 3 બેલિસ્ટિક મિસાઇલોને હવામાં જ તોડી પડાઈ
Trump Criticizes US Fed ટ્રમ્પે કર્યા ભારતના વખાણ ઓછા વ્યાજદરોનો ઉલ્લેખ કરી US ફેડરલ રિઝર્વ પર સાધ્યું નિશાન, કહ્યું ‘ફેડ રાજકીય બની ગયું છે’
Pakistani Minister India Visit આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉઘાડી પડી નીતિ દિલ્હી આવેલા પાકિસ્તાની મંત્રી એ સવાલ ટાળવા મુદ્દો જ બદલી નાખ્યો
Exit mobile version