Site icon News Continuous Bureau | Mumbai

રંગભેદ- હિન્દુ ધર્મનું ચુસ્ત પાલન અને ભારતીય- શું આ કારણ છે ઋષિ સુનકની હારનું- સોશિયલ મીડિયા પર પોસ્ટનો રાફડો ફાટ્યો

News Continuous Bureau | Mumbai

બ્રિટનના વડા પ્રધાનની(Prime Minister of Britain) રેસમાં ઋષિ સુનક (Rishi Sunak) તેમની કાબેલિયત અને લોકપ્રિયતામાં અગ્રેસર હતા. છતાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. જો તેઓ બ્રિટનના વડા પ્રધાન તરીકે ચૂંટાઈ જતે તો તેમની સાથે જ ભારત માટે પણ એક ઐતિહાસિક ક્ષણ(historical moment) ગણાતે. પરંતુ બધી રીતે કાબેલિયત હોવા છતાં તેઓ કેમ હારી ગયા તે માટે અલગ અલગ કારણ માનવામાં આવે છે. સોશિયલ મીડિયા(Social media) પર તેમની હારને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે.

Join Our WhatsApp Channel

ઋષિ સોનક ચુસ્ત હિંદુ ધર્મનું (Hinduism) પાલન કરે છે અને તેઓ 2015માં પહેલી વાર સાંસદ તરીકે ચૂંટાયા ત્યારે તેમણે ગીતા પર હાથ રાખીને શપથ લીધી હતી. સ્થાનિક નાગરિકોની સાથે જ ભારતીય મૂળના બ્રિટિશ નાગરિકોના(British citizens of Indian origin) કહેના મુજબ તો અપાર લોકપ્રિયતા હોવા છતાં તેઓ હિન્દુ ધર્મનું ચુસ્ત પાલન કરતા હતા, તે સ્થાનિક લોકોને ખુંચતું હોવાનું કહેવાય છે.

એટલું જ નહીં પણ ઋષિ કદાચ રંગભેદનો પણ ભોગ બન્યા હોવાનું પણ કહેવાય છે. તેમનો ચામડીનો કલર (skin color) તેમની હારની પાછળ એક કારણ હોઈ શકે છે. બ્રિટનમાં વસતા અનેક એશિયાઈ મૂળના (Asian origin) લોકોને ડર હતો કે ઋષિ કદાચ તેમના ચામડીના રંગને કારણે વડાપ્રધાન બનતા રહી જશે.

આ સમાચાર પણ વાંચો : ઋષિ સુનક નું સપનું અધૂરું રહી ગયું- માત્ર હાથ વેંત જેટલું અંતર રહી ગયું- બ્રિટનના નવા વડાપ્રધાન આ વ્યક્તિ હશે

કંઝરર્વેટિવ પાર્ટીના(Conservative Party) સભ્યોની માનસિકતા (mentality) પણ કદાચ તેમને વડા પ્રધાન બનવાને આડે આવી ગઈ છે. પાર્ટીના 1,60,000 થી વધુ સભ્યોએ તેમના વોટ આપીને ઋષિ સુનક અને લીઝ ટ્રસમાંથી કોઈ એકને પોતાનો નેતા તરીકે ચૂંટવાનો હતો. પરંતુ આ ચૂંટણીમાં સ્પષ્ટ થઈ ગયું થે કે કંઝર્વેટીવ પાર્ટી હજી પણ ગોરા સિવાય કોઈ અન્યને વડા પ્રધાન તરીકે ચૂંટવા તૈયાર નથી. પાર્ટીના 97 ટકાથી  વધુ સભ્ય ગોરા છે.
 

China Pakistan Proxy Strategy ચીનનું ષડયંત્ર ખુલ્લું પડ્યું, ભારત સામે લડવા પાકિસ્તાનનો ‘મહોરા’ તરીકે ઉપયોગ કરતું હોવાનો US રિપોર્ટમાં દાવો
Saudi Arabia Missile Attack સાઉદી અરેબિયા પર હૂતી બળવાખોરોના હુમલાનો પ્રયાસ નિષ્ફળ, રિયાધ તરફ આવતી 3 બેલિસ્ટિક મિસાઇલોને હવામાં જ તોડી પડાઈ
Trump Criticizes US Fed ટ્રમ્પે કર્યા ભારતના વખાણ ઓછા વ્યાજદરોનો ઉલ્લેખ કરી US ફેડરલ રિઝર્વ પર સાધ્યું નિશાન, કહ્યું ‘ફેડ રાજકીય બની ગયું છે’
Pakistani Minister India Visit આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉઘાડી પડી નીતિ દિલ્હી આવેલા પાકિસ્તાની મંત્રી એ સવાલ ટાળવા મુદ્દો જ બદલી નાખ્યો
Exit mobile version