Site icon News Continuous Bureau | Mumbai

Nepal : નેપાળના મેયરની પુત્રી ગોવામાંથી ગુમ, પિતાએ પોલીસ પાસે માંગી મદદ..

Nepal : ધનગઢી સબ મેટ્રોપોલિટન મ્યુનિસિપાલિટીના મેયર ગોપાલ હમાલે ફેસબુક અને અન્ય સંચાર માધ્યમો દ્વારા માહિતી આપી છે કે તેમની પુત્રી આરતી હમાલ છેલ્લા કેટલાક મહિનાઓથી ગોવામાં ઓશો ધ્યાન શિબિરમાં રહે છે. તેના મિત્રોએ માહિતી આપી છે કે સોમવારથી આરતીનો સંપર્ક થઈ શક્યો નથી. તે ગુમ છે. મેયરે કહ્યું કે તેમની નાની પુત્રી આરજુ અને જમાઈ મંગળવારે તેમની શોધ માટે ગોવા પહોંચ્યા છે.

Nepal Mayor's daughter missing in Goa, last seen at meditation retreat

Nepal Mayor's daughter missing in Goa, last seen at meditation retreat

 News Continuous Bureau | Mumbai 

Nepal : નેપાળના મેયરની પુત્રી ગોવામાં ગુમ થઈ ગઈ હોવાના અહેવાલ છે. 36 વર્ષીય નેપાળી મહિલા આરતી હમાલ, જે નેપાળના મેયરની પુત્રી છે, તે ગોવામાં ગુમ થઈ ગઈ છે, એમ તેના પિતાએ રવિવારે જણાવ્યું હતું. સોમવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ અશ્વેમ બ્રિજની આસપાસ આરતી છેલ્લે જોવા મળી હતી. નેપાળી અખબારના અહેવાલો અનુસાર, તે છેલ્લા કેટલાક મહિનાઓથી ઓશો મેડિટેશન સેન્ટર સાથે જોડાયેલી હતી. તે છેલ્લા કેટલાક મહિનાઓથી ગોવામાં રહેતી હતી અને સોમવારે રાત્રે છેલ્લીવાર જોવા મળી હતી.

Join Our WhatsApp Channel

મેયરે કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ દ્વારા ગોવા પોલીસનો સંપર્ક કર્યો 

ધનગઢી સબ-મેટ્રોપોલિટન શહેરના મેયર ગોપાલ હમાલે કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ દ્વારા ગોવા પોલીસનો સંપર્ક કર્યો છે. સાથે જ સોશિયલ મીડિયા પર તેમની મોટી પુત્રીને શોધવામાં મદદ માટે અપીલ કરી હતી અને  જણાવ્યું હતું કે આરતીના મિત્રએ તેના ગુમ થવા અંગે પરિવારને જાણ કરી હતી.

ઓશો ધ્યાન શિબિરમાં ભાગ લેવા માટે ગોવા આવી હતી

X પર તેમણે લખ્યું મારી મોટી પુત્રી આરતી હમાલ ઓશો ધ્યાન શિબિરમાં ભાગ લેવા માટે ગોવા ગઈ હતી, પરંતુ બે દિવસથી તેમનો સંપર્ક થઈ શક્યો નથી. તેમણે ગોવા સરકાર અને ગોવા પોલીસને તેની પુત્રીને શોધવામાં મદદ માટે અપીલ કરી છે. તેમણે એ પણ જણાવ્યું કે તેની નાની દીકરી અને જમાઈ તેને શોધવા ગોવા પહોંચી ગયા છે. હું નમ્ર વિનંતી કરું છું. કે જે લોકો ગોવામાં રહે છે તેઓ મારી દીકરી આરતીને શોધવામાં મદદ કરે..

આ સમાચાર પણ વાંચો : અમેરિકાના બાલ્ટીમોરમાં શિપ અથડાતા બ્રિજ તૂટ્યો: કાર્ગો શિપમાં હાજર તમામ 22 લોકો ભારતીય.. જુઓ વિડીયો..

આ છે છેલ્લું લોકેશન 

બે દિવસથી ગુમ થયેલી આરતીને શોધવા મેયર હમાલે કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ મારફતે ગોવા પોલીસનો સંપર્ક કર્યો છે. તેમણે કહ્યું કે દીકરીનું છેલ્લું લોકેશન ગોવાના જોરબા વિબે અશ્વિન બ્રિજ છે. દૂતાવાસની પહેલને પગલે ગોવા પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધીને શોધખોળ શરૂ કરી છે.

  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
 COP31 Climate Summit Collapse – ઈતિહાસની સૌથી લાંબી UN ક્લાઈમેટ સમિટ કરાર વિના રદ, વૈશ્વિક નેતાઓ વચ્ચે તીવ્ર મતભેદ 
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Nepal PM Balendra Shah Delhi Visit – રાષ્ટ્રપતિ ભવનમાં નેપાળના PM બાલેન્દ્ર શાહનું ભવ્ય સ્વાગત, વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત 
Exit mobile version