News Continuous Bureau | Mumbai
દેશના પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ દ્વારા સમર્થિત આંદોલન સમગ્ર નેપાળમાં શરૂ થયું છે. 13 ફેબ્રુઆરીના રોજ, નેપાળના ભૂતપૂર્વ રાજા, જ્ઞાનેન્દ્ર સિંહ, નેપાળને હિન્દુ સામ્રાજ્ય તરીકે પુનઃસ્થાપિત કરવાના જાહેર અભિયાનમાં જોડાયા. પ્રાથમિક આંદોલન સ્વરૂપે, રાજા અને વિવિધ હિન્દુ સંપ્રદાયોના સભ્યોએ દેશભરમાં દીવા પ્રગટાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અત્યારે નેપાળમાં રાજકીય અસ્થિરતા ચાલુ છે. આ ઉપરાંત કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા સરકાર બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ તે સફળ નથી. આવા સમયે નેપાળની કોમ્યુનેસ્ટ પાર્ટીની યુનાઇટેડ માર્ક્સવાદી લેનિનિસ્ટ પાર્ટીના સમિતિના સભ્ય દુર્ગા પાસાય દ્વારા આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. તેના કાર્યક્રમમાં નેપાળના રાજા પણ સામેલ થયા હતા.
આ સમાચાર પણ વાંચો : આખરે આ સાદિક અલી કેસ શું છે? જેને કારણે ઉદ્ધવ ઠાકરે એ શિવસેના ગુમાવવી પડી.
ઉલ્લેખનીય છે કે આજથી 14 વર્ષ પહેલા નેપાળને બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું હતું.. આ ઉપરાંત વર્ષ 2006માં નેપાળમાંથી રાજાશાહી ખતમ કરવામાં આવી હતી.
Join Our WhatsApp Community