Thursday, June 1, 2023

ફિલ્મો જોવા બદલામાં ટીનેજર્સને જાહેરમાં મારી દીધી ગોળી… આ દેશે તાનાશાહીની હદો કરી નાખી પાર

સાઉથ કોરિયન ફિલ્મો અને વેબ સિરીઝ આખી દુનિયામાં ખૂબ જ ચર્ચિત છે. ગયા વર્ષે આવેલી સ્ક્વિડ ગેમ સિરીઝ ભારત સહિત ડઝનબંધ દેશોમાં વ્યાપકપણે જોવામાં આવી હતી. કિમ જોંગ ઉનના ઉત્તર કોરિયામાં કોરિયન ડ્રામા અને અમેરિકન મૂવી જોવા અને તેને એકબીજા સાથે શેર કરવા પર પ્રતિબંધ છે.

by AdminK
North Korea publicly executes two teenagers for watching and distributing South Korean films
ઉત્તર કોરિયા (North Korea) ના સરમુખત્યાર કિમ જોંગ ઉનની ક્રૂરતાની કહાણીઓ ઘણી ફેમસ છે. હવે કિમ જોંગ ઉનના ક્રૂરતાના કિસ્સાઓમાં એક વધુ કિસ્સો સામેલ થઈ ગયો છે. પોતાના પાડોશી દેશ દક્ષિણ કોરિયાને દુશ્મન માનતા કિમ જોંગ ઉને 16-17 વર્ષના બે છોકરાઓની હત્યા કરાવી નાખી (Firing). આ છોકરાઓનો ગુનો એ હતો કે તેઓ છુપાઈને સાઉથ કોરિયન ફિલ્મો (Film) અને વેબ સિરીઝ જોતા હતા. રિપોર્ટ અનુસાર, આ છોકરાઓને જાહેરમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. 
સાઉથ કોરિયન ફિલ્મો અને વેબ સિરીઝ આખી દુનિયામાં ખૂબ જ ચર્ચિત છે. ગયા વર્ષે આવેલી સ્ક્વિડ ગેમ સિરીઝ ભારત સહિત ડઝનબંધ દેશોમાં વ્યાપકપણે જોવામાં આવી હતી. કિમ જોંગ ઉનના ઉત્તર કોરિયામાં કોરિયન ડ્રામા અને અમેરિકન મૂવી જોવા અને તેને એકબીજા સાથે શેર કરવા પર પ્રતિબંધ છે. આ બે છોકરાઓએ આ જ ‘ગુનો’ કર્યો. જેના બદલામાં બંનેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

આ સમાચાર પણ વાંચો:  ગીર જંગલમાં તરાપ મારી બે સિંહે ગાયને લોહિયાળ કરી દીધી, ગાયે એવી હિંમત બતાવી કે, ઉભી પૂંછડીએ ભાગ્યા સાવજ.. જુઓ વિડીયો

બધાની સામે મારી નાખ્યા 

રિપોર્ટ અનુસાર, 16-17 વર્ષની ઉંમરના આ બંને છોકરાઓ હાઈસ્કૂલમાં ભણતા હતા. આ બંને ઉત્તર કોરિયા (north korea) ના ર્યાંયાંગના રહેવાસી હતા. એવું કહેવામાં આવ્યું હતું કે આ બંને એકબીજાને મળ્યા. મિત્રતા થઈ તો બંને સાથે મળીને સાઉથ કોરિયન ફિલ્મો અને અમેરિકન ડ્રામા જોવા લાગ્યા. જ્યારે કિમ જોંગ ઉનના વહીવટીતંત્રને આ છોકરાઓ છૂપી રીતે મૂવી જોતા હોવાની જાણ થઈ, ત્યારે બંનેને લોકોની સામે એરફિલ્ડમાં જાહેરમાં મારી નાખવામાં આવ્યા.

આ ઘટના ઓક્ટોબર મહિનાની છે. જોકે, કિમ જોંગ ઉનનું કહેવું છે કે આ છોકરાઓ ગુનાહિત ગતિવિધિઓમાં સામેલ હતા, તેથી બાકીના લોકોને સંદેશ આપવા માટે તેમને જાહેરમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. જણાવી દઈએ કે કિમ જોંગ ઉનની ક્રૂરતાની હાલત તો એ છે કે ગયા વર્ષે જ્યારે કિમના પિતા કિમ જોંગ ઉલની પુણ્યતિથિ હતી ત્યારે તેમણે 11 દિવસના શોકની જાહેરાત કરી હતી. આ 11 દિવસોમાં દેશના સામાન્ય નાગરિકોને હસવા, ખરીદી કરવા કે દારૂ પીવાની છૂટ નહોતી.

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous