ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 27 ફેબ્રુઆરી 2022,
રવિવાર,
યુક્રેન પર રશિયાનો હુમલો ચાલુ છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરો યુક્રેનનો ધ્વજ પહેરીને અને એક છોકરી રશિયન રાષ્ટ્રધ્વજ પહેરીને સાથે ઉભા જોવા મળે છે. મોટી સંખ્યામાં યૂઝર્સ આ ફોટો પોસ્ટ કરીને શાંતિની અપીલ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે વાયરલ ફોટોમાં છોકરો અને છોકરી એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે પણ આ ફોટો શેર કરીને શાંતિ જાળવવાની અપીલ કરી છે. શશિ થરૂરે ટ્વીટ કર્યું કે હૃદયસ્પર્શીઃ યુક્રેનના ધ્વજમાં લપેટાયેલો માણસ રશિયન ધ્વજ પહેરેલી મહિલાને ગળે લગાવે છે. ચાલો આપણે યુદ્ધ અને સંઘર્ષ પર પ્રેમ, શાંતિ અને સહઅસ્તિત્વની જીતની આશા રાખીએ.શશિ થરૂરની આ ટ્વીટને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
Poignant: A man draped in the Ukrainian flag embraces a woman wearing the Russian flag. Let us hope love, peace & co-existence triumph over war & conflict. pic.twitter.com/WTwSOBgIFK
— Shashi Tharoor (@ShashiTharoor) February 25, 2022
જોકે હકીકતમાં આ વાયરલ ફોટો ૩ વર્ષ જૂનો છે. વોશિંગ્ટન પોસ્ટમાં છપાયેલા અહેવાલ મુજબ તસવીરમાં દેખાતી મહિલાનું નામ જુલિયાના કુઝનેત્સોવા છે. જ્યારે આ ફોટો લેવામાં આવ્યો ત્યારે તે પોલેન્ડમાં એક કોન્સર્ટમાં તેની મંગેતર સાથે રશિયન ધ્વજ પહેરીને ઊભી હતી.