News Continuous Bureau | Mumbai
Online Gaming : લત કોઈપણ ચીજની ખરાબ હોય છે અને એવુ જ કંઈક એક પરિવાર સાથે થયું. એક બાળકીની ગેમ રમવાની આદતના કારણે પરિવારને લાખોનો ખર્ચો આવ્યો છે. વાત એમ છે કે, 13 વર્ષીય એક બાળકી ઓનલાઈન ગેમના લતના કારણે પરિવારની જમા પુંજી લુંટાઈ ગઈ છે.
મામલો ચીન નો છે, 13 વર્ષીય એક બાળકી ઓનલાઈન ગેમિંગના લત તેના પરિવાર ભારે પડી છે. લતના કારણે પરિવારને 449, 500 યુઆનનું નુકસાન થયુ, જે લગભગ 52,19,809 રુપિયાના બરાબર છે.
આ સમાચાર પણ વાંચો : આ શું… હરણ સાપ ખાય છે, ઘાસ નહીં? જો તમને પણ વિશ્વાસ ન થતો હોય તો જુઓ આ વાયરલ વીડિયો..
Online Gaming : દોસ્તો પર ખર્ચ માટે 11 લાખથી વધુ
બાળકીએ તેની માતાના ડેબિટ કાર્ડનો ઉપયોગ ઓનલાઈન સાધન, ગેમ્સ અને ઈન- ગેમ આઈટમો ખરીદવા માટે કર્યો હતો. મામલામાં ત્યારે ખુલાસો આવ્યો જ્યારે બાળકીના શિક્ષકએ તેના પર શક થયો, શિક્ષકે બાળકીને ઓનલાઈન ગેમિંગના આદિ હોવાનો શક તો હતો જ. શિક્ષકનુ માનીયે તો સ્કુલ ટાઈમમાં બાળકીના ફોનના સ્ક્રીન યુજ ટાઈમ બહુ વધુ હતો.
પિતાના પુછવા પર બાળકીએ પૂરી ઘટનાની જાણકારી આપી હતી. બાળકીએ જણાવ્યુ કે તેણે ગેમ્સ, ઈન ગેમ ખરીદવા અને તેમના ક્લાસમેટ માટે ઓનલાઈન ગેમ ખરીદવા રુપિયા ખર્ચ્યા હતા. તેમાં એણે એક લાખ યુઆન ( લગભગ 11,61, 590 રુપિયા) ખર્ચ કર્યા હતા.
બાળકીએ જણાવ્યુ કે તેને ઘરમાંથી એક ડેબિટ કાર્ડ મળ્યુ હતું, જેણે તેને તેના સ્માર્ટફોન થી કનેક્ટ કર્યું હતું. બાળકીની માતાને એમરજન્સી માટે પહેલે થી તેને ડેબિટ કાર્ડ પાસવર્ડ આપી રાખ્યો હતો. આ વાતને છુપાવવા માટે બાળકી ઓનલાઈન ખરીદી સાથે જોડાયેલ બધી ટ્રાન્જેક્શન પણ ડીલીટ કરી દીધા હતા.