ઓટાવા કેનેડામાં ઇચ્છામૃત્યુની મંજૂરી હવે મુશ્કેલી બની રહી છે. અહીં ગયા વર્ષે એટલે કે 2021માં જ 10 હજારથી વધુ લોકોએ ઇચ્છા મૃત્યુ મારફતે જાન આપી છે. આ આકડો કેનેડામાં સમગ્ર વર્ષમાં થયેલા કુલ મોતના ત્રણ ટકા કરતાં વધુનો આંકડો છે. હવે ચાર મહિના બાદ માર્ચ 2023માં માનસિક રીતે બીમાર લોકોને પણ કાયદા હેઠળ ઇચ્છામૃત્યુની મંજૂરી મળી જશે.
જે હેઠળ કિશોરોને પણ ઇચ્છામૃત્યુનો અધિકાર આપી દેવાશે. આટલી મોટી સંખ્યામાં ઇચ્છામૃત્યુ કરવાના કારણે ધ ડીપ પ્લેસેસ એ મેમોએર ઓફ ઇલનેસ એન્ડ ડિસ્કવરીના લેખક રોસ દૌતહતે કહ્યું છે કે જ્યારે વર્ષમાં 10 હજાર લોકો ઇચ્છામૃત્યુ કરી રહ્યા છે ત્યારે ઇચ્છામૃત્યુની મંજૂરી કોઇ સિવિલ સોસાયટીની નિશાની તરીકે રહી જતી નથી પરંતુ તે આતંકના રાજ્ય બની જાય છે. અલબત્ત દેશમાં મોટા ભાગના લોકો ઇચ્છામૃત્યુની મંજૂરીના સમર્થનમાં છે. તેમનું માનવું છે કે ગૌરવની સાથે જીવન જીવવાની સાથે ગૌરવની સાથે મરવાનો પણ અધિકાર છે.
આ સમાચાર પણ વાંચો:
આ સમાચાર પણ વાંચો: Maharashtra News : મહારાષ્ટ્ર સરકારે હૈદરાબાદના નિઝામની 200 કરોડની સંપત્તિ જપ્ત કરી! જાણો, શું છે મામલો
મારિયા ચેંગે પોતાના અહેવાલમાં કહ્યું છે કે કેનેડામાં આરોગ્ય કર્મચારીઓ એવા લોકોને પણ યુથેનેશિયાની સલાહ આપી રહ્યા છે જે આર્થિક રીતે પરેશાન થયેલા છે. રોસ દાતહતે કહ્યું છે કે આ સ્વાભાવિક રીતે વિનાશકારી વિચાર છે. જો આને એમ જ છોડી દેવામાં આવશે તો આવનાર સમયમાં આ એવા સાહસી સમાજને તૈયા૨ ક૨શે જે લોકો મોતને વધારે સારી રીતે સમજવા લાગશે અને તે માનવતાનો અંતિમ પ્રકરણ રહેશે.
2015માં કોર્ટના આદેશ બાદ કેનેડામાં ઇચ્છામૃત્યુનો માર્ગ મોકળો થયો હતો. આગલા જ વર્ષે 2016માં કાયદો બન્યો હતો અને 18 વર્ષથી વધુ વયના એવા લોકોને પણ જો ખાસ પરેશાનીથી ગ્રસ્ત હતા તેમને ઇચ્છામૃત્યુની મંજૂરી મળી ગઇ હતી. ત્યારબાદ દર વર્ષે અગાઉના વર્ષની સરખામણીમાં વધારે ઇચ્છામૃત્યુના કેસ સામે આવી રહ્યા છે. 2021માં જ 2020થી ઇચ્છામૃત્યુના 33 ટકા વધારે કેસ સામે આવ્યા હતા. હવે માનવ અધિકાર સંગઠને પણ કેનેડામાં ઇચ્છામૃત્યુના વધતા કેસોને લઇને સવાલો ઉઠાવ્યા છે.
આ સમાચાર પણ વાંચો: જે અભિનેતાનું ગીત રસ્તા પર ગાઈ રહ્યો હતો આ છોકરો, ત્યારે જ અચાનક જ એ જ હીરો ત્યાં આવી પહોંચતા ચોંકી ગયો..